ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ના પાડી …

દુઃખ એ  વાતનું   નથી  એમણે  ‘ના’ પાડી,
વાત એ છે કે એમણે અચકાતા અચકાતા ‘ના” પાડી..

નયને ‘હા’ પાડવા છતાં,
તારી નજરે’ના’ પાડી.

દિલે ‘હા’ પાડવા છતાં,
તારા હોઠે મને ‘ના’પાડી.

મારા પ્રત્યે ના વિશ્વાસ’હા’ પાડી છતા
ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મન
 ના ડરે મને ‘ના’ પાડી.

લખવા માગુ છું ઘણું બધુ પણ
આ પેને મને ‘ના’ પાડી,
ના ભલે પાડી પરંતું મને
લાગેછે કે’ના’છુટકે ‘ના’ પાડી.

કવિ-અનજાન ( કોઈને ખબર હોયતો જાણ કરશો?)

July 5, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | No Comments

Happy Independence Day!

227 years ago…on July 4th, 1776
This great nation, the United States of America,
In a struggle for what was right and free,
Was proudly born…
May we celebrate that precious freedom
For which our forbears fought so brave
The freedom that is inherent
In the Stars and Stripes, our revered flag…
Celebrate Freedom
This Fourth of July!

The Anthem
The Defense of Fort McHenry
by Francis Scott Key
20 September 1814

Oh, say can you see, by the dawn’s early light,
What so proudly we hailed at the twilight’s last gleaming?
Whose broad stripes and bright stars, through the perilous fight,
O’er the ramparts we watched, were so gallantly streaming?
And the rockets’ red glare, the bombs bursting in air,
Gave proof through the night that our flag was still there.
O say, does that star-spangled banner yet wave
O’er the land of the free and the home of the brave?

On the shore, dimly seen through the mists of the deep,
Where the foe’s haughty host in dread silence reposes,
What is that which the breeze, o’er the towering steep,
As it fitfully blows, now conceals, now discloses?
Now it catches the gleam of the morning’s first beam,
In full glory reflected now shines on the stream:
‘Tis the star-spangled banner! O long may it wave
O’er the land of the free and the home of the brave.

And where is that band who so vauntingly swore
That the havoc of war and the battle’s confusion
A home and a country should leave us no more?
Their blood has wiped out their foul footstep’s pollution.
No refuge could save the hireling and slave
From the terror of flight, or the gloom of the grave:
And the star-spangled banner in triumph doth wave
O’er the land of the free and the home of the brave.

Oh! thus be it ever, when freemen shall stand
Between their loved homes and the war’s desolation!
Blest with victory and peace, may the heaven-rescued land
Praise the Power that hath made and preserved us a nation.
Then conquer we must, for our cause it is just,
And this be our motto: “In God is our trust.”
And the star-spangled banner forever shall wave 
O’er the land of the free and the home of the brave!

July 4, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

સ્વગતોકતિ-નિરંજન ભગત

મૅરિન સ્ટ્રીટ - પડખેથી આંધળો પસાર  થાય છે, એને જોઈ ને
ફેરિયો-’  આ આંધળો છે છતાં
            ફરતો ફરે છે  બેપત્તા

ગિરગામ રોડ,પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને
આંધળો- ‘ આ કોણ છે ? જેની નજર તોફાન મચવે,
         ને હથેલીમાં  રૂપાળું   આ જગત  નચવે.

કોલાબા- પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને
ભિખારી-’ અરે!આ દેહ પર છે કેટલી દોલત!
        દસમા  ભાગની મારી કને જો હોત તો આમ ન બોલત!

ઍપોલો- પડખેથી પતિયા પસાર થાય છે , એને જોઈને
વેશ્યા-’ અહો, શી ખુશનસીબી! કોઈની આંખ જ્યાં રોકાએ ના,
       છૂરી સમી ભોકાય ના!

બોરીબંદર -પડખેથી કવિ પસાર  થાય છે, એને જોઈને
પતિયો- ‘વેશ્યા, ભિખારી , આંધળો અને ફેરિયો,
       કહો, કેમ લાગે છે મને સૌ આ જનમના વેરીઓ?

મધતરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં
કવિ..
    “બસ ચૂપ રહો, નહી તો આહીંથી ચાલવા માંડો…
 

July 3, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | No Comments

મૃત્યુ..

 
મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા  ઘરમાં ઘૂસી  શકે છે.

મૃત્યુ લજ્જા વગરની  લલના  છે,
એ તમારો  હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકીટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો  ગુનેગારે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે  ઊતરી શકે છે.

મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.

મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબી છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.
મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેર માલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.

મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્ર્લ સુધી દોડી શકે છે.
અને બહેરીનથી બૉમ્બે સેન્ટ્રલની
ફલાઈટ કેન્સલ કરાવી શકે છે, છતાંયે,
માત્ર મૃત્યુ જ એક  વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે  ગમે ત્યાં!

-ચંદુ મહેસાનવી-(૦૫-૦૯-૧૯૪૪) મૂળ નામ ચંદુલાલ  ઓઝા, વતન મહેસાણા. હાલ અમદાવાદ સિટી સેશન્સ જજ તરીકે  સેવા આપે છે.’તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘાપેલા મૌન’એમના કાવ્યસંગ્રહો. સંપાદન પણ કરે છે.

 

July 2, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

તોફાન-મેઘનાદ ભટ્ટ

મારા શૈશવના સ્મશાનમાં
પોઢી ગયેલી ક્ષણોને
પુનર્જન્મ  આપો
તો…

દરિયાની ભીંસમાં ચગદાયેલ આ શહેરને
મારા  ગામની નદીથી  નવડાવી દઉં,
સમુદ્રનાં આ તોતિંગ  મકાનો પર
નદી ઉપરનાં હિરણ્યગર્ભ  વૃક્ષોનાં
હરિયાળાં તોરણો બાંધી દઉં
અને
ગાડા નીચેના શ્વાન જેવા
જનસમુદાયને,
મારા ફળિયાના રાજા
-ઓલા  લાલિયા કૂતરા
જેવી  રાડ પાડતાંય શીખવી દઉં.

કલ્લોલથી  કલબલ   કરતી
મારા  શૈશવની એ ક્ષણોના
પુનર્જન્મને આવકારવા
ફાઉન્ટનના સુકાયેલા ફુવારામાં
એક એવું તો ધનંજય બાણ મારી દઉં
કે
અસહાય બનીને
ભરસભામાં દ્રોપદીનાં વસ્ત્રહરણના મૂક  સાક્ષી બની
રહેલા
ભિષ્મ પિતામહની  નીંદરઘેરી આંખો
ઉના એ પાણીની છાલકથી
સદાયને માટે
ખૂલી જાય, ખૂલી જાય.

- મેઘનાદ ભટ્ટ(૨૪-૧૦૧૯૩૬-૨૨-૦૪-૧૯૯૭) ૧૯૮૦માં પ્રકટ થયેલા કાવ્ય સંગ્રહ’છિપલાં’માં આ કવિ કહે છે ‘કવિતા  મારે માટે જીવનનું એક ‘કમિટમેન્ટ’, પ્રતિજ્ઞાકર્મ છે, રહેશે. મેઘનાદની કવિતા વલોવી નાંખે , અસ્વસ્થ કરી મૂકે એવી છે . કવિતા નએ વિષાદ એના લોહીમાં છે. બીજો સંગ્રહ’મલાજો’૧૯૮૮મા પ્રકટ થયો.

June 27, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

તુલસીનું પાંદડું..

મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી  ખીણમાં પડતો વરસાદ
           ક્યાંક છૂટાછવાયાં  ઢોર  ચરતાં,
ભુલકણી  આંખનો ડોળો  ફરે ને
           એમ  પાંદડામાં  ટીપાંઓ  ફરતાં.

મેં તો આબરૂના  કાંકરાથી પાણીને કુંડાળું દીધું.
પાણીનાં ટીપાંથી  ઝગમગતા   ઘાસમાં
           નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા  કંદબના  ઝાડમાંથી મોઈ ને
          દાંડીઓ  બનાવીને  રમતા.

મેં  તો  વેશ્યાના  હાથને  સીતાનું  છૂદણું    દીધું.
મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

-અનિલ જોશી

 

June 19, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 6 Comments

કિરણ ચૌહાણ -બે સુંદર કાવ્યો..

છળ                                                  બાંકડે
                         
શૂન્ય  પળ                                       કંઈ  જડે
મારું   સળ                                       કંઈ  નડે

મારું બળ                                        તું  રડે
શબ્દ  દળ                                     પરવડે?

જળનું છળ                                    હું ખતમ
આ વમળ                                    ‘ હું’ વડે

મન વિકળ?                               તન ને  મન
આવ મળ                                  બહુ  લડે

તુજ  નયન                                વૃધ્ધ  મન
રમ્ય  સ્થળ                                 બાંકડે.

-કિરણ ચૌહાણ

          

June 13, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

વિપાશાના બે સુંદર કાવ્યો.

વિપાશા-(૧૧-૦૪-૧૯૭૧) અમેરિકામાં જન્મ. અદભુત સંકલ્પશક્તિ.જન્મજાત રોગનો મુકાબલો કરીને પણ પીએચ ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. કાવ્ય સંગ્રહ ” ઉપટેલા રંગોથી રિસાયેલા ભીંતો’ દિલ્હી સાહિત્ય  અકાદમીનું પ્રકાશન. મનોબળ સામે કોઈ પણા વિપરીત પરિસ્થિતિ ટકી  શકતી નથી એનું વિપાશા જીવતું, જાગતું ઉજ્જવલ  ઉઅદારણ..ચાલો એમના  બે સુંદર કાવ્યો માણીયે.

************************************************************************************************************

             (૧)  
અજંપો
મારા મનમાં એક ખાંચરામાં
સરકતો સરકતો
ક્યાંકથી  આવી પડ્યો છે.
ખબર નથી  ક્યાંથી?
કે પછી હું જ સરી ગઈ છું
એના એક ખૂણામાં?

          (૨)

મેં
મારી કીકીઓને  ડોળામાંથી કાઢીને
આંગળીમા  ચોંટાડી દીધી’તી, ટેમ્પરરિલી

ને  હવે
જ્યારે
હું એમને મૂળ જગ્યાએ મૂકવાનો
પ્રયત્ન કરું
ત્યારે
ના - ના એવો અવાજ આવે.

કદાચ ડોળાનો ઈગો ઘવાયો  હોય
કે પછી
કીકી મોટી  થઈ ગઈ  હોય.

 

June 11, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 3 Comments

વૃદ્ધાવસ્થા..

ઝાંખા થતા ચહેરાઓની નજીક લાવી હથેળીથી પામવાના.

હોઠોના ફાફડાટથી  લય પામી  ગીતોને  માણવાનાં.

મન મૂકીને કરેલી  વાતોને  લવારો ગણે તે પહેલા
સ્નેહીઓને આપણા  ભારથી  હળવા  રાખવાના.

ચાર દીવાલોમાં આકાશ પામી
ખોડંગાતા  ખોડંગાતા  ફરસ  ઉપર
વગડા ખૂંધાનો  આનંદ  લૂંટવાનો.

મિત્રોના પીળા પડી ગયેલા ફોટાના  આલબમને
ધ્રૂજતે  હાથે  લઈ-પાછા મૂકી  દેવાના
સ્મૃતિના  ભંડારમાં  સાચવી  રાખેલું  ખોબોક જળ
ટીપે ટીપે-ફરી ફરી પી
ફરી ફરી પી
સમયને બહેલાવવાનો.

ખોબોળ જળ…
વૈતરણી  નદી…

-વિપીન પરીખ

 

 

 

 

 

 

 

 

 

 

 

June 7, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

શ્રેષ્ઠ મિત્ર…

મા મારી…શ્રેષ્ઠ મિત્ર…
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ….

માને તો આકાશ જેટલું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
પણ એ એવું કશું માગે-ઈચ્છે-વિચારેય નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડી યે શકાય.

આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની દૂર્ગધ
એ સાથે લઈને જાય
ભગવાન પાસે-
અને સ્વય્ં ભગવાન સુગંધ, સુગંધ!
(ભગવાનની એ મા તો હશે જ ને?)

-ભગવતી શર્મા
*****************************

કૃપાથી તારી મા! દિવસ ઊગતો કાવ્ય થઈને;
તમારી   ઈચ્છા એ ઉરની ધૃવપંકતિ બની રહો!
-સુરેશ દલાલ

April 24, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 3 Comments

દીનનાથ દયાળુ નટવર

             

દીનાનાથ   દયાળુ  નટવર  હાથ મારો  મુકશો માં
હાથ  મારો મુકશો માં,    હાથ  મારો      મુકશો માં…દીનાનાથ

આ   મહાભવ  સાગરે ભગવાન હું  ભુલો પડ્યો છું,
ચૌદ લોક નિવાસ ચપલા, કાંત આ તક ચુકશો માં… દીનાનાથ

ઓથ ઈશ્વર આપની,સાધન વિષે સમજું  નહી હું,
પ્રાણ  પાલક પોત  જોઈ, શંખ આખર   ફૂંકશો માં… દીનાનાથ

માત  તાત સગા સહોદર, જે કહું  તે આપ  મારે,
હે!   કૃપામૃતના   સરોવર, દાસ સારું સુંકશો માં… દીનાનાથ

શરણ  દીનાનાથનું  છે,ચરણ  હે!    હરિરામ  તારું,
અખિલ નાયક આ સમય,ખોટે મરો પણ ખુટશોમાં..  દીનાનાથ

April 19, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 3 Comments

એક છોકરો + એક છોકરી + કંઈક બીજું ?

એક  છોકરાએ  સિટ્ટિનો  હિંચકો  બનાવી,

 એક  છોકરીને કીધું ‘લે ઝૂલ’
    છોકરાએ   સપનાનું   ખિસ્સું    ફંફોસીને
           સોનેરી    ચોકલેટ   કાઢી રે
    છોકરીની  આંખમાંથી  સસલાનાં  ટોળાએ
                ફૈકી   કૈ ચિઠીઓ  અષાઢી રે

સીધી   લીટીનો   સાવ છોકરાને  પલળ્યો,

 તો  બની ગયો બેત્રણ વર્તુલ
      છોકરીને  શું ? એ તો  ઝૂલી,
  તે પછી  એને ઘેર જતાં થયું  સ્હેજ મોડું રે
       જે   થયું   એ તો   છોકરાને   થયું
       એનાં સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢી એ બસી તે ચોપડામાં રોજ રોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

April 16, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 1 Comment

ઢૂકડા લગ્નનું ગીત-નિરંજન યાજ્ઞિક

 

આંબલિયે  હોય  એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?- બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કહેવાય,
અને ઉમ્બરમાં  હોય એને? - બોલ !
સખી, શેરીમાં  વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ?- બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી  હૈડામાં  વાગે છે ઢોલ !

April 11, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

આંસુ

આંખડીમાં   હસતી   ગુલાબકળી    આંસુ
ને સ્પંદનની  મ્હેકતી આ  ધૂપસળી આંસુ!

અણદીઠા    દરિયાનું   મોતી   એક  આસું
ને વાદળાની વીજઆંખ રોતી એજ આંસું!

પાનખરે   છેલ્લું    ઝરે પાન એ જ આંસું
ને  કોકિલનું  વણગાયું ગાન એજ  આંસું!

ઝાકળનું    ક્ષણજીવી    બુંદ  એક   આંસુ
ને ચિરજીવ    વેદનાનું વૃંદ એ જ આંસુ!

વાંસળીનો    વિખૂટો     સૂર   એક  આંસુ
ને ગોપીનું   સૂનું  સૂનું ઉર  એ જ આંસુ !

કાળજામાં    કોરાયા   કૂપ   એ   જ  આંસુ
તમે મારો મેણા ને ઓઠ ચૂપ એ જ આંસુ !

- સુરેશ દલાલ

April 10, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા, વાચકને ગમતું | | 5 Comments

આજની પ્રાર્થના..

382456530_a7b15e0c7d_m1.jpg 

હે પ્રભુ,

હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો મને એ નરકની આગમાં સળગાવી દે;

અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી  હોઉં
તો    એ    સ્વર્ગના  દ્વાર મારે માટે બંધ કરી દે;

પણ હું જો તારી પ્રાપ્તી  માટે જ
તારી ભક્તિ કરતી  હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચીત ન રાખીશ…-રાબીયા
***********************

હે દિવ્ય સ્વામી, એવું કરો કે,
હું આશ્વાસન  મેળવવા નહિ, આપવા ચાહું
મને કોઈ  પ્રેમ આપે એ કરતાં હું બધાંને   સમજવા ચાહું
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.

કારણકે….
    આપવામાં જ આપણને મળે છે;
    ક્ષમા  કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીયે
      મૃત્યું પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.

-સંત ફાન્સિસ
 
 

April 9, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments