એક એવું ઘર મળે આ વિશ્વમાં-
જ્યાં કશા કારણવિના પણ જઈ શકું!
એક એવું આંગણું મળે કે જ્યાં મને
કોઈ પણ કારણ વગર શૈશવ મળે !
એક, બસ એકજ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું!
‘કેમ છો’? એવું ય ના કહેવું પડે-
સાથ એનો પંથમાં ભવભવમાં મળે!
એક એવી હોય મહેફીલ જ્યાં મને
કોઈ બોલાવે નહી ને જઈ શકુ !
એક ટહુકામાં જ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે!
તોય તે ના રંજ કંઈ મનમાં રહે -
-અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે !
-માધવ રામાનુજ
February 12, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત, મને ગમતી કવિતા |
|
4 Comments

મિત્રો અને પ્રિય “ફૂલવાડી”ના વાંચકો, આપની સમક્ષ લગ્ન-વિષયક ગીતો નો ભાગ-૨ રજૂ કરતા આનંદ અનુભવું છું.(આપનું મનતવ્ય અને અભિપ્રાય ઘણાં જ મહત્વના છે.)
|
| Beni Betha Ganesh Paas�. |
 |
 |
February 8, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત |
|
3 Comments
“ફૂલવાડી” ના ઘણાં પ્રિય વાંચકોએ લગ્ન-વિષયના ગીતો(ફટાણા) મૂકવા અંગે વિનંતી કરી હતી અને સદભાગ્યે મને આ ગીતો પ્રાપ્ત થયાં અને,”મંડપ મુર્હત”,ગણેશમૂર્હત, મોસાળુ, પીઠી “ફેરા”, અને “કન્યા-વિદાય” વિષય ના ગીતો મૂકતા મને આન્ંદ થાય છે જો આપ સૌને ગમશે તો વધારે ગીતો જરૂર મુકીશ.
**************************************************************************************

*************************************

**********************************

*************************************

*************************************
“શાદીઓનલાઈન”ના સૌજન્યથી
January 31, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત |
|
3 Comments

ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું;
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું!
તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!
પગલાનું તો એવું-
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું!
ઓણ મળીશું…
અમે એક સપનાને ખાતર પુરું જીવન ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યા,
સપનાનું તો એવું-
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું!
ઓણ મળીશું…
એ હતી અમાસી રાત ને કાજળ આંખ ભરી ને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યાં,
ચહેરાનું તો એવું-
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું!
ઓણ મળીશું…
-હર્ષદ ત્રિવેદી(૧૭-૦૭-૧૯૫૮)- જન્મ ખેરાળી. રહે છે ગાંધીનગર.
કાવ્યસંગ્રહ ‘ એક ખાલી નાવ’ શબ્દસૃષ્ટિ ‘ ના સંપાદક
June 10, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત, મને ગમતી કવિતા |
|
3 Comments
ખોબાનાં નીર થયાં ખાલી
સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી.
પાણીના સેરડે પાણી દેખાઈ નંઈ કાળજે તરસુંના કાપા,
પાણીના પગરવની પાછળ છે તરસના સિન્દુરિયા થાપા,
કોઈ ગાગર લઈ ઠાલી.
સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી.
કાળઝાળ ગરમીના ઝાળઝાળ વાયરાઓ ચારે દિશાઓથી વાય,
ભીંનાશે લીધો છે ભેજવટો ને ઓલ્યા વીરડામાં રેતી છલકાય,
ઝાંઝવાની આંગળી મેં ઝાલી.
સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી.
સવારે સૂરજની સાખે હું નીકળું આથમે છે આંખોયે વાટમાં,
આ તરસનું નામ કોણે પાડ્યું મારી બઈ ! પાછું લમણે લખ્યું છે લલાટામાં
નજરું ચડી ગઈ ખાલી.
સૈયર , હું તો પાણી ભરવાને પછી હાલી.
-શિવજી રૂખડા’ દર્દ’ (૨૦-૦૫-૧૮૪૪) બગસરામાં રહે છે.
કાવ્યસંગ્રહ ‘ફૂલનો પર્યાય ‘
May 22, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત, મને ગમતી કવિતા |
|
4 Comments
પ્રિયકાન્ત - ફૂલોમાં ફોરતા કવિ નો ટૂંકો પરિચય…(Priyakant Maniar (1927-1976)
સ્વાતંત્ર્યની હવામાં આપણે ત્યાં કવિતાના ક્ષેત્રે જે કેટલી કલમો પ્રફૂલ્લિત થઈ તેમાંની એક તે પ્રિયકાન્ત મણિયારની. પ્રિયકાન્તનો આભ્યાસ તો નવ ધોરણ સુધીનો, પણ આપબળે જીવનમાંતે કવનમાં પોતાને ઘડતા ગયા ને આગળ ધપતા ગયા.નિરંજન ભગત કહે છે તેમ, પ્રિયકાન્તમાં કવિનું સ્વયંસ્ફુરિત જ્ઞાન હતું; કવિની સ્વયંપ્રેરિત પ્રતિભા હતી. એમની કવિતાની વાંસળી એમની અંદરની કોઈ જાદુઈ ફૂંકે વાગતી હતી. કોલેજનું મોઢું વિદ્યાર્થીકાળે નહી જોઈ શકેલા આ કવિએ પુખ્ત વયે ” એ સોળ વરસની છોરી “જેવી એમની કવિતાને અનેક કોલેજોમાં રજૂ કરી યથાનામ, વિશાળ શ્રોતાવર્ગનાયે પ્રિય થઈ ને રહ્યાં
ગુજરાતી ગદ્યનેય સત્વસમ્રુધ્ધ કરવાની હોંશ રાખતા આ લાડલા કવિ પચાસમા વર્ષે આકાળે આવસાન પામતાં એ હોંશ તો ન પુરાઈ પણ ગુજરાતી કવિતાને સૌન્દર્ય-સમ્રુધ્ધ કરવામાં તો એમનું પ્રદાનની નોંધ લેવી પડે. ‘વાયુના શિલ્પી’ એવા પ્રિયકાન્ત તો ગીતને વાયરામાં વાવીને અણધાર્યા-ઉતાવળે ચાલી નિકળ્યા, પણ એમના ગીતના પડછંદ ગુજરાતના કાવ્યકાશમાં સતત સંભળાતા રહેશે એમ શ્રધ્ધાપૂર્વક કહી શકાય. એમણે એકવાર લખેલું
‘ એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતા રોપી દિધી એ ફૂલ લાવી બેસશે.’
પ્રિયકાન્ત મણિયારની ઉપર્યુક્ત કડીમાં વ્યક્ત થયેલી આત્મશ્રધ્ધા સાચી જ પડી.
-
- ચાલો મિત્રો આજ એમના પ્રિયગીતની મજા માણીએ..”એ સોળ વરસની છોરી,”
***************
***************************************************************

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી,
ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખા ગાલે ખંજન રાખે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી,
મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ -દોરી.
એ સોળ વરસની છોરી,
એનાં પગલે પગલે પ્રકટે ધરતી-ધૂળમાં કંકુની શી રેલ,
એનાં શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બિડ્યા હોઠ મહીં તો આગ ભરેલા ફાગણ ગાતો હોરી;
એ સોળ વરસની છોરી,
April 23, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત, મને ગમતી કવિતા |
|
3 Comments

ઊંડુ જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ
કોક ગેબનના તળીયાના મહીં ઝલમલ ઝલમલ મોતી
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું,અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા !
જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે જોયું,અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘેર્યો પણ અછતો રહે કે તણખો ?
પલમાં જોયું, અપલક જોયું;
હ્રદમાં જોયું, અનહદ જોયું;
ઊંડે જોયું,અઢળક જોયું.
April 19, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત, મને ગમતી કવિતા |
|
No Comments
કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું,
ને ટૂંકી પડેછે તને કસ.
તારે સત્તરમું ભારે છે બસ.
ડાહ્યલીનો જંતરિયો ભૂવો તો કે’છે કે,
છુટ્ટા તે વાળ તારા રાખ નઈ.
મંતરેલું લીંબુ હું આલુ તને
તું એમનેમ આંબલીઓ ચાખ નઈ.
જંતરિયો ભૂવાનો દોરો બાંધી ને તારે
કરવાના જાપ રોજ દસ
તારે સત્તરમું ભારે છે બસ.
ઉંમરને સોંસરવી વીંધીને કોઈ મારા,
કમખે ગાગર જેમ બેઠું.
હેમખેમ સત્તરમું પુરું કરવાને હું,
કેટલા વરસ દુઃખ બેઠું.
ગામના જુવાનિયા કહેછે કે તારી તે
વાતમાં પડે છે બહુ રસ.
તારે સત્તરમું ભારે છે બસ.
-જતીન બારોટ
April 14, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત, મને ગમતી કવિતા |
|
8 Comments
મુંબઈથી મોટો છે મૂબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમા આટલી;
કે દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.
ખરતી જાય રેત ને ફૂંકાતા વાયરે
આવે રોજ મોજાં વસમાં,
છતાં એ પરપોટા પહેરીને ફરતી ને
આપો તોય પહેરેના ચશ્માં;
શ્રીફળના નામે લઈ ભમે એ કાછલી
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી;
કે શ્રીફળના નામે છે ખાલીખમ કાછલી.
કોડી કે છીપલાંથી ખાડો એ પૂરે ને
મોતી થઈ નીકતી મ્હાલવા;
ખડક પર ખડકને ખડકતી જાય ને
મથે રોજ આકાશને ઝાલવા;
ને થાકી ને જંપે છે સ્હેજ રાત પાછલી
જાણે ના કોઈ વાત મુંબઈ માં આટલી
કે મુંબઈથી મોટો એ મુંબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂચે છે માછલી.
-જીવણ ઠાકોર (”આગળાંનાં આંસુ”કાવ્યસંગ્રહ)
March 30, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ, ગીત |
|
8 Comments
સત્ય છે સારથી, અહિંસાની લગામ, એજ છે શાંતી તણો માગૅ,
“વિશ્વનો ઉધ્ધાર એમાં એવો આદેશ દેતો ગુજરાતી,
એ ગાંધી ને સો સો સલામ એ ગૌરવ ગાથા ગુજરાતની.
વેપાર વાણીમાં વરદાન જેને, જગમાં, સાહસમાં સુરવીર,
સારાએ વિશ્વમાં રહેવાસ જેનો , એ ભોળો ભટુકડો ગુજરાતી,
“સૌમ્ય પ્રજા છે” જગ કહે , એ ગૌરવ ગાથા ગુજરાતની.
“લોખંડી સુપુત સરદાર ” જ્યાં, ગાંધી જોઈ અંગ્રેજ ભાગ્યા,
ક્ર્ષ્ણને પણ ગમ્યું ગુજરાત, કર્યો વસવાટ આવી દ્વારકા માં,
વિશ્વભરમાં નામ જેનું એવી ગૌર ગાથા મારા ગુજરાત ની.
March 19, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
કાવ્ય, ગીત |
|
4 Comments
ધબકતા, ઉછળાતા સંમુદરના મોજા,
અંતે કિનારે પછડાયા કરે.
સુંદર સરિતાના મીઠાજળ,
અંતે ખારા પાણીમાં ભળ્યાં કરે.
દિવસ-રાત્રી પાગલ-પ્રેમી બની,
અંતે એક-બીજાને શોધ્યા કરે.
સમય સાથે તાલ દેતા ગ્રહો,
અંતે સૂયૅની સાડમાં રમ્યા કરે.
અખિલ બ્રહ્માંડમાં ભટકતો માનવી !
અંત ન હોય એનો અંત શોધ્યા કરે!
March 14, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
કાવ્ય, ગીત |
|
3 Comments

અલી ઊભી રહે વાત કહું સહિયલડી,
મને હૈયામાં ઊમંગ આજ જાગ્યો,
ભર-જોબનમાં રમતી’તી કુંજ માં,
ત્યાં ભમરાનો ડંખ મને લાગ્યો.
શું રે કહું એની મીઠી મીઠી વેદના,
કે દિલનો દરવાન કોઈ જાગ્યો.
અલી ઊભી રહે ..
મીઠી રે નીંદરમાં મીઠાં આવે સપનાં,
આજ મારા હૈયાનો જાણકાર જાગ્યો.
અલી ઊભી રહે ..
દરિયામાં ડોલતી મારી નાનકડી નાવડી,
એને હલેસાં દેનાર કોઈ જાગ્યો.
અલી ઊભી રહે..
હું તો ચડી’તી એવા પ્રેમના વંટોળમાં,
મારા મનનો જાણકાર કોઈ જાગ્યો.
અલી ઊભી રહે..
કાયા કેરી ચુંદડી ઊડતી’તી ગગનમાં,
અનેરો ચુંદડી ને રંગ આજ લાગ્યો.
અલી ઊભી રહે..
છૂપી વાત મનમાં રાખજે સહિયલડી,
કે મારા ચિંતનો ચોર કોઈ જાગ્યો.
અલી ઊભી રહે..
એકલી બેઠીતી’તી એકાંતી આવાસમાં,
ત્યાં બંસીનો છેડનાર જાગ્યો.
અલી ઊભી રહે..
March 9, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત |
|
1 Comment

અંતરે આભલા ટમ ટમે ,
પ્રીત-પ્યારું ગીત ગાતી,
દૂર દૂર અણજાણી ભોમ પર
જાય છે ઉતાવળી ,
કોની આ પ્રિયતમા?
કાળજું કંપાવતી, અધુરા અરમાન એના,
સ્નેહના શપથ આપી ,
પ્રણયવેદની દીપ-રેખા બુઝાવી,
જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?
આંખમાં મીઠા મધુર સ્વપ્ન સારા,
અકાળે ઉઠાડતી,
ચોધાર આસું મન મહીં છુપાવતી,
જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?
હ્ર્દયમાં રોષ તોય આંખમાં કાજળ ઘસી,
ઉભય હાથમાં મેંદી ભરી,
સોળે શણગાર સજી, આ સુંદરી,
જાયછે ઉતાવળી,
કોની આ પ્રિયતમા?
(મૌન ભાવે જાગતો પ્રણય, હૈયાને હચમચાવી જાણે છે..એ સ્વપ્ન અધુરા રહી જાય ને..”ગાય દોરે ત્યાં જાય” ત્યારે જાગેલુ આ ગીત..( ૧૯૬૮માં..!!!)
રચેલ..૧૯૬૮
March 2, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગીત |
|
5 Comments