
તને આખું ચમન છોને જુએ છે ખૂબ ધારીને,
તને હું બાગમાં લાવ્યો નઝર એની ઉતારીને.
દવા સામે નથી મારી કદી શિકાયત પણ,
ભલા તું એક વેળા તો તપાસી લે, બિમારીને.
મિલનમાં પણ વિરહની વેદનાઓ યાદ આવે છે,
ફરી કંપે બદન, એના વિશે પાછું વિચારીને.
ખબર છે કે કદીયે જાન મારો તું નહીં માગે,
કરું છું એટલે વાતો મહોબતની વધારીને.
મને એની ખબર ક્યાંથી પડે કે શું લખું છું હું,
‘નયન’ તું ગોઠવીને વાંચજે કાગળ સુધારીને.
June 24, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
No Comments
યક્ષ વિરહીને ય કોઈ દૂત વાંદળ સાંપડે,
એમ મરિયમનો મને આ રિકત કાગળ સાંપડે.
રાત આખી થર્થરે છે પીતવર્ણા પાંદડા,
ફૂલપાંદડીએ પરોઢે સ્હેજ ઝાંકળ સાંપડે.
આભઊંચા કો’ક કિલ્લે તોપ થઈ ઝૂર્યા કરું,
ને સમયના મ્હેલની તો બંધ સાંકળ સાંપડે.
ઉંબરો ડુંગર થયો ને માંડવો પણ કંપતો,
સાવ કોરી આંખને પણ આજ ખળખળ સાંપડે.
સાદ દઈને દૂરથી આકાશ તો ઊભું રહે,
કોઈ ઝીણી ચાંચમાં પણ કાશ અંજળ સાંપડે.
એકસરીખું દ્ર્શ્ય જોયું મેં ફરીથી ચર્ચમાં-
ક્રોસ પર લટકી રહેલી એક અટકળ સાંપડે.
-હાર્દિક વ્યાસ
June 17, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
1 Comment

આશ એની ઉમ્રભર બાંધો નહીં,
રેતના રણ માંહે ઘર બાંધો નહી.
આપ શણગારો અમારી જિંદગાની,
નિત નોખાં નગર બાંધો નહીં.
લાજ લૂટો મા! તમે એકાંતની.
મુજ ક્બર પાસે કબર બાંધો નહીં.
ત્યાંય સળગાવી છે એણે એ દોઝકો,
આપ મરવા પર કમર બાંધો નહીં.
અમને છોડી દો અમારા હાલ પર,
આપ આવીને નજર બાંધો નહીં.
ક્યાંક સૂરજને કમોતે મારશો,
ઓ ‘જલન’ છોડો સહર બાંધો નહી.
-જલન માતરી
June 12, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
1 Comment

ફૂલ છું સુંઘો મને
પર્સમાં મૂકો મને
ત્યાં નહીં તો ત્યાં પછી
ક્યાંક તો મળજો મને
મેં કશું પૂછ્યું છે ક્યાં
ના, દિલાસો દો મને
આમ ના સમજો ભલે
આમ તો સમજો મને
છો વચન પાળો નહીં
હાથ તો આપો મને.
-કૈલાશ પંડિત
June 10, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
1 Comment

કોને કહી શકીએ જો એકલાં લૂંટાઈ જઈએ?
કોઈની જાળમાં કદાચ ઓ ફસાઈ જઈએ!
ક્યાંથી નભે વિરોધ, રોષ એક છાંયડામાં?
મનાવે કોણ કોણ ફરી જો રિસાઈ જઈએ?
હવાલો થઈ ગયા પછી હૈયાની આરઝુને,
શાને પરાઈ નિંદમાં નાહક તણાઈ જઈએ?
પોતાનો હક તણો અમૂલ્ય લાભ ખાટી લેતાં,
કેવું ખરાબ લાગે જો અમથાં ચિઢાઈ જઈએ?
પ્રભૂ આશરે મળેલ સાથીદારને તજીને,
બીજાને ખોળીને વધારે શું કમાઈ જઈએ?
નિજ યોગ્ય સૌમ્યના પતીલ બાહુપાશમાં રહે,
ખોવાઈ ન જઈ એ તો બેવડાં ઠગાઈ જઈએ.
-પતીલ
June 9, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
No Comments

આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું,
દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું.
કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો?
ચાહું છું મોતી લૂંટાવીને સમદંર લાગું.
ફૂલ હોવાની ખૂમારી છે મજાની મિત્રો,
દિન ખૂદા એવા ન લાવે કે હું પથ્થર લાગું.
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
ખૂલ્લા હાથોને ધખારો કે સિકદંર લાગું.
ઓશ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી,
શૂન્ય છું, ઠીક છું , ઈશ્ક નથી ઈશ્વર લાગું.
-શૂન્ય પાલનપૂરી
June 5, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
3 Comments

ભવનો તરસ્યો હું ઠગારાં વાદળાં જોયા કરું,
આંખડી લ્હોયા કરું ને ઝાંઝવાં જોયા કરું.
આવશે તો એકદિ’ એની નજરમાં આ દશા,
આંધળો વિશ્વાસ એની આંખમાં જોયા કરું.
કોણ જાણે ચિરપરિચિત હોય જખ્મો એ બધા,
હું સિતારાઓ ગણીને આસમાં જોયા કરું.
જિંદગીમાં દર્દનો આવો નશો કાયમ રહે,
જે મળે છે ભાનમાં બેભાનમાં જોયા કરું.
દુર્દશા તો થાય છે બન્ને જણાંની શું કરે?
એ, મને જુએ અને હું ખ્વાબમાં જોયા કરું.
રાહ મારી આપ સામા તટ ઉપર જોતાં હશે,
એ ખયાલોમાં તમોને ક્યારના જોયા કરું.
શાપ પણ કૈં કેટલી વેળા બને અશીર્વચન,
આપના જુલ્મોમહીં હું તો વફા જોયા કરું.
મુજને તો એની દશાનો ખ્યાલ છે ‘મેહુલ’ ઘણો,
એટલે દિનરાત એને ધ્યાનમાં જોયા કરું.
-સુરેન ઠાકર -મેહુલ’
June 4, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
5 Comments

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું બધા દૂરથી રસ્તા બતાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું મને કોણ મનાવે?
May 14, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
6 Comments

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યાં. ક્યાં પહોચશું, એની ખબર ક્યાં છે;
અમારી ફરતું કાયમી આવરણ દઈ અમને દોડાવ્યા.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથમાં રહેનારું;
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહિ આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ્;
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશા ઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.
ખબર જો હોત કે આવું રૂપાળું છે ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તે-
થયું સારું કવિતા ચરણ દઈ અમને અમને દોડાવ્યા.
-મનોજ ખંડેરીયા
May 8, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
1 Comment

આવ્યા છો મારી પાસ તમે એ નવાઈ છે,
નહિતર નદી જતી નથી નાના ઝરણ સુધી.
આભાસ થાય છે ને અનુભવ થતો નથી,
જીવું છું એવી રીતે કે જાણે છું ખ્વાબમાં.
બેઠાં બેઠાં જ્યાં ઉદાસ આંખે ગગન જોતો રહું,
છત વિનાનું એક એવું ઘર હશે તો ચાલશે.
એકલતા દૂર કરવા બહાનું તો જોઈએ,
શોધી રહ્યો છું ચાંદ સિતારા મકાનમાં.
હું જાણું છું કે તારા ઘર સુધી લંબાય છે રસ્તો,
ખબર કોઈને ક્યાં છે તે પછી ક્યાં જાય છે રસ્તો.
તારા વિશેનો પ્રશ્ન અનાદીથી એક છે,
કિન્તું મળે છે હર યુગે ઉત્તર નવા નવા.
શંકા થઈ રહી છે મને મારા દુઃખ વિશે,
જેને મળું છું , મારા બધા મહેરબાન છે.
કારણ વિના આ લોકો તો ટોળે વળે નહીં,
ઘટના બની છે કંઈક તો મુજ ઘરની આસપાસ.
May 7, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
2 Comments

ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવત રસ્તામાં.
ગમે તે રીતે એનું મૂલ્ય ચુકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડાપાવે છે રસ્તામાં.
હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.
રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
હતી મારા જ કારણ તો બધી ઘટાનાઓ કિસ્સામાં.
-રશીદ મીર ( ૧૬-૧૧-૧૯૯૭)
May 6, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
4 Comments

સૂર્યની પીંછી વડે હું અંધકારો ચિતરું છું,
સાવ સુક્કી ડાળખી પર હું બહારો ચિતરું છું.
કેટલી યાદોની હોડી, હાથમાં ડૂબી ગઈ,
એક દરિયો, બે હલેસાં ને કિનારો ચિતરું છું.
આંખની ભિનાશ લૈને તરફડી’તી માછલી,
વેદનાની ભીંત પર સપનો કુંવારા ચિતરું છું.
રેતમાં રઝળી રહીં છે પ્યાસ કેરી ચાંદની,
ઝાંઝવાની આંગળીથી, હું ફુવારા ચિતરું છું.
-આહમદ મકરાણી
May 5, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
4 Comments

અરમાનોથી હૃદયના ચકચૂર થઈ ગયો છું,
બદનામીઓ ઉઠાવી મશહૂર થઈ ગયો છું.
આશામાં દર્શનોની હું તૂર થઈ ગયો છું,
નયનોમાં નૂર ઝાલી પૂરનૂર થઈ ગયો છું.
સમજાવો દુશ્મનોને પથ્થરથી માર મારે,
પુષ્પોના મારથી હું ભંગુર થઈ ગયો છું.
પાગલપણાની લિજ્જ્ત ભૂલી નથી ભૂલાતી,
ડાહ્યો બનીને જગમાં રંજૂર થઈ ગયો છું.
મારો કહી મને તે આપી પ્રતિષ્ઠા એવી,
તારા ગયા પછી હું મગરૂર થઈ ગયો છું.
-શવકીન જેતપૂરી
May 1, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
6 Comments

હું જ છાતીફાટ દરિયો હું જ ભેખડ,
હું જ પ્રત્યાઘાતની વચ્ચે ઊભો છું..યોગેશ વૈદ્ય
કાંઈ પણ બોલ્યા વિના છૂટા પડ્યા,
ઊમ્રભર એના પછી પડઘા પડ્યા…દિલીપ મોદી
ડૂસકા સૌએ વહેંચી લીધા,
ડૂમો આવ્યો મારે ફાળે…રઈશ મનીઆર
ઊમંગો ભરેલી હું વિધવાની છાતી,
સૂના ઓરડે મોર ચીતર્યા કરું છું…વંચિત કુકમાવાળા
તમે ઋતુ ઋતુના રંગ હતા,
તમારો શોક-હર્ષ કોણ કરે…શ્યામ સાધુ
ઝબોળાઈ રહ્યો છે ચાંદ દરિયે,
કહો ક્યાંથી હવે આરામ આવે…દીપક બારડોલીકર
નોટમાં વાળે છે ,સિક્કામાં ચલાવે છે મને,
યાદ આવું છું તો રસ્તામા વટાવે છે મને…હેમંત ધોરડા
પત્ર આભારનો લખે છે તું,
હું હજી એટલો પરાયો છું…હર્ષદ ચંદારાણા
હરેક પીઠ પર કાળા બરફની લાઠી છે,
હરેક શાહુકાર ચોર ને લવાદી છે…નયન દેસાઈ
April 18, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
5 Comments

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.
મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.
ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો !
વિના વાંકે છરી મારી વ્હાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.
કટોરા ઝેરના પીતાં જીવું છું, એ વફાદારીઃ
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.
વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું;હવે દિલબર!ફરી જોજો.
- કપિલ ઠક્કર
April 14, 2008
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
1 Comment