
હાલ્યની માહતર થાઈ, અરજણિયા, હાલ્યની.
દિ બધો શીમમાં પાટકી પાટકીને
ઘરે આવીઈ હાંજ હમે
એના કરતાં ખુરહીમાં બેહી રેવું, ભાઈ,
ઈ તો કોને નો ગમે, અરજણિયા,હાલ્યની.
ગાયું સારિયું ને ભેહું સારિયું ને વળી
સાર્યા મોટા મોટા ઢોર;
એમાં તો હું મોટો મીર મારવો’તો
ઓલ્યાં સારવાં નાનકડા સોરાં, અરજણિયા.
ફડ દઈને ભાળ્યું, ડાંગ મારીઈ તો
ડોબાંય હાલે ઝટ;
ઈ ડાંગ આગળ સોકરાંના દેન હું,
ઈ તો હાલે હીધા હટ રે, અરજણિયા.
વેપારી માહતર ને ખેડુય માહતર
ને માહતર ભાણો ભુવો;
કાઢી મૂકેલ ઓલ્યો ટભલો ટપાલી-
ઈ યે માહતર થઈ ને મૂઓ, અરજણિયા.
હરાદ હરાવશું નેં સોડીયું પરણાવશુ
ને વાસશું હતનારણની કથા;
(આ) પેટનો ગુંજારો એમ કાઢશું,
આપણે બીજી હું તથ્યા,અરજણિયા.
મોટા ગામથી ઓલ્યો શાબ્ય આવે,
એને હારું હારું ખાધાના હેવા;
એના મોઢામાં લાડવા ઠાંહશું
ઈ તો રાજી રાજી થઈ જાય એવા, અરજણિયા.
હાલતી નિહાળે સોરે બેહશું
ને વાતુંમાં કાઢશું દનિયાં,
મોટા ગામમાં જો બદલી કરશે
રાખશું રે ઠુંહણિયા,અરજણિયા.
(એક ભરવાડનો મનોરથ)
કેવળ નિદૉષ વિનોદ છે. કોઈને માટે દંશ નથી.
-હરીહર ભટ્ટ (૦૧-૦૫-૧૮૯૫-૧૦-૦૩-૧૯૭૮)
May 7, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગઝલ અને ગીત, ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા |
|
4 Comments

શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી,
મેં એક શાહજાદી જોઈ હતી.
એના હાથની મેંદી હસતી’તી
એના આંખનું કાજળ હસતું’તું;
એક નાનું સરખું ઉપવન જાણે
મૌસમ જોઈ વિકસતું’તું.
એના સ્મિતમાં સો સો ગીત હતા
એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયાની હતી લગન
એની પગરવ સાથે પ્રિત હતી.
એણે યાદના આસોપાલવથી
એક સ્વપ્ન-મહેલ શણગાર્યો’તો;
જરા નજરને નીચી રાખીને
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઊછળતી’તી;
ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યારભર્યુ શરમાતી’તી.
એને યૌવનની આશિષ હતી
એની સર્વ બલાઓ દૂર હતી;
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કૂદરત પણ આતુર હતી.
-સૈફ પાલનપુરી(૩૦-૦૮-૧૯૨૩-૦૭-૦૫-૧૯૮૦) સૈફુદીન ખારાવાલા.સૈફની ગઝલ વિવેચનની મોહતાજ નથી. એ પ્રત્યક્ષ અને સ્વયંસ્પષ્ટ છે. ગઝલના સ્વરૂપની સ્વમાનભેર આબરૂ જાળવનાર આ શાયરની શાયરીનો મિજાજ પણ જાણવા, માણવા અને પ્રમાણવા જેવો છે. દુબારા કે ઈર્શાદની વચ્ચે એમની ગઝલ ગૂંગળાઈ જતી નથી. પણ આપમેળે એ ખીલે છે અને ખૂલે છે. એમના કાવ્યસંગ્રહ’ઝરૂખો’ અને હીચકો.
May 2, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગઝલ અને ગીત, ગમતી ગઝલ |
|
2 Comments

દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહી આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.
ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પિવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’નહીંતર,
લખીને રાખજે અંજામ તુંજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.
**********************************************
(જલન માતરી- “ગઝલ માટે એવું માનવું છે કે It should be communicated before it is understood. ગઝલોનો શે’ર પૂરેપૂરો સમજાય, એનું અથૅવિશ્વ અશેષ હાથવગું થાય, એ પહેલા સાંભળ્નારના મોંમાથી ‘વાહ’ નિકળી જવી જોઈ એ. આવા ઘણા શે’ર જલનશાહેબની ગઝલોમાંથી મળી આવે છે.
જલનસાહેબની તમામ ગઝલો પરંપરાપ્રિય વિષય અને ભાષા સાથે પનારો પાડે છે. સદ્ય પ્રત્યાનક્ષમતા એ એમની ગઝલનું, આથી વિલક્ષણ તત્વ બની રહે છે. એમની ગઝલની ભાષાપરંપરા સાથે જોડાયેલી છે છતાં એમના વિચારો પરંપરાને તોડનારા છે. જડ, બુઠ્ઠા, ક્રુર, અસમાનતાવાળા આ સમાજની રચના અને એના રચયિતા બેઉ સામે એમનો આક્રોશ સ્પષ્ટ છે.”-ચિનુ મોદી))
April 24, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગઝલ અને ગીત, ગમતી ગઝલ |
|
5 Comments
આયખું નાનું મને ઓરતા અપાર,
નાનકડી નાવ ને સામે કેવો પારાવાર.
આયખું નાનું ને…
કોમળ આ કૂંપળ ને માથે આકાશ,
ઝંખે સૂરજમુખી સૂરજ -સહવાસ,
હું તો છું રાત અને ઝંખું સવાર.
આયખું નાનું ને…
માનવની વચ્ચે હું શોધું છું માધવ,
શબરી પણ ઝંખે છે પોતાનો રાઘવ,
ચારેબાજું ભીંત મારે ખોલવા છે દ્વાર.
આયખું નાનું ને…
April 1, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
કાવ્ય, ગઝલ અને ગીત |
|
4 Comments
કાળપર નજર રાખતી આંખે,ઈતિહાસને બદલતો જોયો,
સ્વગૅ ને ધરતી પર, વિનાશનો ઓકતો અંગાર જોયો.
હાક મારે પૃથ્વી ધ્રજે ,એ લંકેશ્વર ધૂળમાં રઝળતો જોયો,
સમ્રાટ સિંકદર ન રહ્યો, હિટલર ને કાળ ભરખતો જોયો.
અહિંસાના ફરીસ્તાને અહીં ગોળીના ઘાવથી મારતો જોયો,
કોણે કરી છે પરવા? હિંસાનો દોર અહીં ચાલતો જોયો.
જોતી રહીં એ કાળને , બ્રહ્માંડમાં કાયમ ચાલતો જોયો,
“હશે કોણ કાલે ?” આવું ભવિષ્ય એણે ભાખતો જોયો.
March 8, 2007
Posted by
વિશ્વદીપ બારડ |
ગઝલ અને ગીત |
|
3 Comments