આમ કેમ ?

તું ને હું બન્ને એક ,
છતાં રસ્તા અલગ, આમ કેમ !
તું ક્યારે, ક્યાં અટકી જશે,
ખબર ના પડે, આમ કેમ ?
તારા વગર પળ જીવી ના શકું,
તોય તું કદર ના કરે,આમ કેમ ?
લાંબી મંઝીલ પાર કરવા તત્પર ,
ને તું ટુંકાવી દે, આમ કેમ ?
આગળ-પાછળની સંતા-કુકડી,
સદાય તું જ જીતે , આમ કેમ ?
માનવ છું,મહત્વકાંક્ષી છું,
તું ક્યાં પુરી કરવા દે છે! આમ કેમ ?
તું ધારે મારો શ્વાસ રુંધાવી દે,
હું કઈ કરી ના શકું આમ કેમ ?
ઓહ! જિંદગી હું તારે પનારે!
તું ધારે એમ નચાવે! આમ કેમ ?
No comments yet.



