"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મૃત્યુ પૂર્વે મરીએ છીએ

આપણી આ શું કરીએ છીએ ?
એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ.

જ્યારથી આરંભ થયો  હોય ત્યાં જ અંત,
એ અંતથી પાછો આરંભ, આ તો શો અંત ?
કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ.

કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે,
મનુષ્યોથી ભર્યું વિશ્વ વિશાળ છે,
તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ.

-નિરંજન ભગત

 

July 28, 2011 Posted by | કાવ્ય, મને ગમતી કવિતા | 1 Comment

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers