"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તમે આવ્યા તો ખરા !

સમજણની શેરીઓમાં તમો   આવ્યા તો ખરા,
મતલબની વાત છોડી તમો આવ્યા  તો ખરા.

મારા આંગણામાં  હતો એક નાનો   ચબુતરો ?
ઝાળને જાર   લઈ   તમો  આવ્યા તો  ખરા .

અઘોરી બાવાની હતી મારી    એક   ઝુંપડી,
ભભુતીનો ભાર  લઈ તમે    આવ્યા તો ખરા.

સંસાર સળગી  ગયો  બસ  એક જ વાત થી!
તેલની  ધાર  લઈને  તમે  આવ્યા તો  ખરા.

આભ  ફાટી  પડ્યું  એક  વીજના કડાકા થી!
વાદળી વસ્યા પછી  તમે  આવ્યા તો  ખરા.

એતો જતો  રહ્યો  બીનવારસી લાશ   છોડી!
કાંધો આપવા  અંતે  તમે  આવ્યા તો  ખરા!

July 25, 2011 - Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના

2 Comments »

  1. આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,
    મારા આંગણામાં હતો એક નાનો ચબુતરો ?
    ઝાળને જાર લઈ તમો આવ્યા તો ખરા
    સુંદર મન ભાવન અને એટલી જ સુંદર કાવ્ય પંક્તિઓ
    ઝમતી ગઝલ

    Comment by પરાર્થે સમર્પણ | July 25, 2011

  2. આભ ફાટી પડયું એક વીજના કડાકાથી
    વાદળી વસ્યા પછી તમે આવ્યા તો ખરા
    સરસ

    Comment by ઇન્દુ શાહ | July 25, 2011


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers