"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક માણસ થઈ

હોઠ પર સ્મિત ને   આંખ  પાછળ રડું,
આમ  કાયમ  મને ને મને   હું  છળું.

મિત્રો   તૈયાર છે   હાથ   લંબાવવા,
પણ જૂએ  રાહ  સૌ   કે હું ક્યારે પડું!

કોણ  જાણે   ક્યા જન્મનાં   પાપ છે?
એક   માણસ  થઈ  માણસોથી  ડરું.

ભીડમાં   અહીં મળાતું નથી   કોઈને,
શક્ય છે   કે કબરમાં મને    હું મળું.

ઘાસ  જેવા અહીં  ગંજ  છે શબ્દના,
સોય   જેવી ગઝલ  છું જડું તો જડું.
-હેમાંગ જોષી

April 29, 2011 - Posted by | ગઝલ અને ગીત, મને ગમતી કવિતા

3 Comments »

  1. કોણ જાણે ક્યા જન્મનાં પાપ છે?
    એક માણસ થઈ માણસોથી ડરું.

    ભીડમાં અહીં મળાતું નથી કોઈને,
    શક્ય છે કે કબરમાંસુંદર મને હું મળું.

    સુંદર

    Comment by pragnaju | April 30, 2011

  2. કોણ જાણે ક્યા જન્મનાં પાપ છે?
    એક માણસ થઈ માણસોથી ડરું.
    ………………………….
    Excellent

    Ramesh Patel;(Aakashdeep)

    Comment by Ramesh Patel | મે 1, 2011

  3. આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,

    મિત્રો તૈયાર છે હાથ લંબાવવા,
    પણ જૂએ રાહ સૌ કે હું ક્યારે પડું!

    વાહ રે વાહ એકે એક પંક્તિઓ લાજવાબ છે.

    Comment by પરાર્થે સમર્પણ | મે 2, 2011


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers