યુદ્ધ રહેવાનું…..!
જ્યાં લગી ધરતી પર માનવ છે,
યુદ્ધ રહેવાનું..
જ્યાં લગી નજરમાં નફરત છે,
યુદ્ધ રહેવાનું..
જ્યાં લગી ધર્મના અલગ રસ્તા છે,
યુદ્ધ રહેવાનું..
જ્યાં લગી સીમાના બંધંન છે,,
યુદ્ધ રહેવાનું.
જ્યાં લગી જગતમાં” જીવ” છે
યુદ્ધ રહેવાનું.
માનવ વસવાટથી ચેતી જજે,
અરે ! ઓ ચંદ્ર શિતળ..
એ આવશે તો……
યુદ્ધ રહેવાનું.
April 21, 2011 - Posted by વિશ્વદીપ બારડ | વાચકને ગમતું, સ્વરચિત રચના
1 Comment »
Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments. Cancel reply
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


CLUSTSMAP
-
Top Posts
-
Recent Posts
- આમ કેમ ?
- મહા-શિવરાત્રીની શુભેચ્છા
- ના કરો…
- સૂર્યાસ્ત સમયે!
- કોઈને ખબર નથી!
- Happy Republic Day- પ્રજાસત્તાક દિનની ખુબ ખુબ વધાઈ!
- પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય છે!
- જુવાનીને જોશ આવ્યું!
- કાકાને જબરો ફાંકો..
- ભાવનગરથી અમદાવાદ…
- જે વિચારો તે સુ-વિચારજો..!
- મિલકતની ડાકણ !
- સજ્જન સંત ?
- મારા ડેડી(મારા પિતા)
- Halloween..
-
Recent Comments
narendra mehta on ગમતા શે’ર ઇન્દુ શાહ on સૂર્યાસ્ત સમયે! mukesh thakor on પ્રિય સખીને..Happy Valentine… AJAY OZA on કોઈને ખબર નથી! AJAY OZA on ના કરો… natwar chauhan on જુવાનીને જોશ આવ્યું!… Devika Dhruva on સૂર્યાસ્ત સમયે! pravina on કોઈને ખબર નથી! pmanan on પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય… Bavishi Mataji Templ… on Happy Republic Day- પ્રજાસત્તા… gsaheb on ભાવનગરથી અમદાવાદ… gsaheb on Happy Republic Day- પ્રજાસત્તા… gsaheb on જ્યારે પથ્થર દિલ પિગળે! viral on આજનો જોક્સ… AJAY OZA on ભાવનગરથી અમદાવાદ… -
Blog Stats
- 187,576 hits
c
Archives
Pages
Disclaimer
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.PHOOLWADI
Tags
geo counter
Top Rated
-
Authors
-
Spam Blocked
Blogroll
- (1)ગુજરાતી ગીતો..૨૪ કલાક.. 0
- (10)ગુજરાતી ભજન 0
- (12) “કલાગુરુ શ્રી.રવિશંકર રાવળની ચિત્રસૃષ્ટી” 0
- (13) મીતિક્ષા 0
- (2)ગુજરાતી સાહિત્ય સરીતા 0
- (4)મન માનસ અને મનન 0
- (5)યુ.એસ.એ. મેળા……. 0
- (6)વિજય શાહનું ચિંતન જગત્ 0
- (7)વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો 0
- (8)ગુજરાતીમાં લખો 0
- (9) હિન્દી પિકચર નિહાળો. ફ્રી.. 0
- 10 શબ્દોને પાલવડે 0
- 14, આપના બાળકોને ગુજરાતી શીખવાડો. 0
- WordPress.com 0
- WordPress.com Blog 0
- WordPress.org 0


જ્યાં લગી ધર્મના અલગ રસ્તા છે,
યુદ્ધ રહેવાનું..મેડિએવલ એટલે મધ્યકાલીન અને ક્રુસેડ એટલે ક્રિશ્વિયન ધર્મયુદ્ધ. ક્રિશ્વિયન ધર્મ ચિહ્ન ક્રોસને જૂની ફ્રેંચ ભાષામાં ‘ક્રોઇસ’ અને સ્પેનિશમાં ‘ક્રુસેડા’ કહે છે. ક્રુસેડ એટલે ક્રોસથી નિશાન કરવું. ઇસ. ૧૦૯૫થી ૧૨૯૧ના ગાળામાં યુરોપનાં, ખાસ કરીને ફ્રાંસનાં રોમન કેથોલિક ચર્ચ દ્વારા અધિકૃત અથવા તો તેમના દ્વારા પ્રેરિત યુદ્ધનો સિલસિલો.
લિબિયા પરના હવાઇ હુમલાને ક્રિશ્વિયનોનું મુસ્લિમો સામેનું ધર્મયુદ્ધ કહેવાના પરિણામ ખરાબ આવી શકે. ક્રિશ્વિયન જેને ક્રુસેડ કહે છે, એને મુસ્લિમો જિહાદ કહે છે.
જિહાદ એટલે કઠિન પરિશ્રમ. અલ્લાહ સુધી પહોંચવા માટે દરેક મુસ્લિમનું કર્તવ્ય. લિબિયાના નેતા કર્નલ ગદ્દાફીએ પોતાની છાવણી બહાર લોકોને સંબોધતાં કહ્યું કે આ હુમલો ઇસ્લામ સામે નવું ક્રુસેડ યુદ્ધ છે અને દરેક ઇસ્લામિક દેશે એક થઇને એનો પ્રતિકાર કરવો જોઇએ.
પશ્ચિમી દેશોના લિબિયા ઉપરના હવાઇ હુમલાની નિંદા કરતા રશિયાના પ્રાઇમ મિનિસ્ટર પુતિન કહે છે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા તમામ ‘જરૂરી’ પગલાંને અધિકૃત કર્યા બાદનો આ હુમલો ‘મેડિએવલ ક્રુસેડ’ જેવો છે અને એના કારણે ઘણા નિર્દોષ નાગરિકોની જાનહાનિ થશે. એની સામે રશિયાના પ્રેસિડેન્ટ મેડવેડેવ તરત જ કહે છે કે પુતિનની આ હુમલાને ક્રુસેડ સાથે સરખાવવાની ચેષ્ટા બે સંસ્કૃતિઓ વચ્ચે વૈમનસ્ય વધારશે. શું છે ‘મેડિએવલ ક્રુસેડ’?
મેડિએવલ એટલે મધ્યકાલીન અને ક્રુસેડ એટલે ક્રિશ્વિયન ધર્મયુદ્ધ. ક્રિશ્વિયન ધર્મ ચિહ્ન ક્રોસને જૂની ફ્રેંચ ભાષામાં ‘ક્રોઇસ’ અને સ્પેનિશમાં ‘ક્રુસેડા’ કહે છે. ક્રુસેડ એટલે ક્રોસથી નિશાન કરવું. ઇસ. ૧૦૯૫થી ૧૨૯૧ના ગાળામાં યુરોપનાં, ખાસ કરીને ફ્રાંસનાં રોમન કેથોલિક ચર્ચ દ્વારા અધિકૃત અથવા તો તેમના દ્વારા પ્રેરિત યુદ્ધનો સિલસિલો. ક્રુસેડનો હેતુ ક્રિશ્વિયન, મુસ્લિમ, યહુદી અને બહાઇ ધર્મો માટે પવિત્ર ગણાતી ‘હોલી લેન્ડ’ (આજના ઇઝરાયલ, પેલેસ્ટાઇન, જોર્ડન અને આંશિક લેબેનોન) ઉપર મુસ્લિમો સામે યુદ્ધ કરી તેમને મારી હઠાવી, ક્રિશ્વિયન ધર્મનો કબજો પ્રસ્થાપિત કરવાનો હતો. લિબિયા પરના હવાઇ હુમલાને ક્રિશ્વિયનોનું મુસ્લિમો સામેનું ધર્મયુદ્ધ કહેવાના પરિણામ ખરાબ આવી શકે. ક્રિશ્વિયન જેને ક્રુસેડ કહે છે, એને મુસ્લિમો જિહાદ કહે છે.
જિહાદ એટલે કઠિન પરિશ્રમ. અલ્લાહ સુધી પહોંચવા માટે દરેક મુસ્લિમનું કર્તવ્ય. લિબિયાના નેતા કર્નલ ગદ્દાફીએ પોતાની છાવણી બહાર લોકોને સંબોધતાં કહ્યું કે આ હુમલો ઇસ્લામ સામે નવું ક્રુસેડ યુદ્ધ છે અને દરેક ઇસ્લામિક દેશે એક થઇને એનો પ્રતિકાર કરવો જોઇએ. સામાજિક બદીઓ સામે લાંબાગાળાના જોશીલા સમર્પિત પ્રયત્નો કે આંદોલનને પણ ક્રુસેડ કહે છે. તામિલનાડુમાં ગરીબ લોકો માટે કામ કરતી સંસ્થાનું નામ ક્રુસેડ (સેન્ટર ફોર રૂરલ સિસ્ટમ એન્ડ ડેવલપમેન્ટ) છે. શેતાનને ગોળી મારીને મારી નાખવાની શૂટ-એન્ડ-કિલ ઓનલાઇન કોમ્પ્યૂટર ગેમને ‘ક્રુસેડ’ કહે છે. કેનેડા સ્થિત રેલીક એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૨૦૦૬માં રિલીઝ થયેલી ૩ડી રિયલ ટાઇમ સ્ટ્રેટેજી કોમ્પ્યૂટર ગેમને ‘ડાર્ક ક્રુસેડ’ કહે છે.
પ્રસિદ્ધ બ્રિટિશ/અમેરિકન પત્રકાર, ટેલિવિઝન પર્સનાલિટી અને બ્રોડકાસ્ટર એલિસ્ટર કૂક (૧૯૦૮-૨૦૦૪) પોતાના પુસ્તક ‘ટોક એબાઉટ અમેરિકા’ના ૩૧મા ચેપ્ટરમાં અમેરિકન પ્રેસિડન્ટના ચાર વર્ષનાં કાર્યકાળના શરૂઆતના સમયને ક્રુસેડ સાથે સરખાવે છે. એ લખે છે કે દરેક પ્રેસિડેન્ટ સત્તામાં આવે ત્યારે એના મનમાં શું-નું-શું કરી નાખું તેવી એક તીવ્ર લાગણી ખળભળતી હોય છે. એને મન દરેક કામ એક ક્રુસેડ છે, એક આંદોલન છે.
પણ શરૂઆતનાં બે વર્ષોમાં એને ખબર પડે છે કે અમેરિકન તંત્ર જટિલ છે, જડ છે અને અમેરિકન પ્રેસિડન્સીમાં કંઇ ખાસ ખાટી લેવા જેવું નથી. ત્રીજા વર્ષે તો લોકો એમ માનવા માંડે છે કે આ પ્રેસિડન્ટ બેવકૂફ છે, પાપીષ્ઠ છે અને પછી લોકો નવા મસીહા, નવા તારણહાર, નવા પ્રેસિડન્ટની અફવામાં રાચવા માંડે છે. અને પછી નવા પ્રેસિડન્ટ, નવું ક્રુસેડ…!
શબદ આરતી: તા. ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૦૧, વ્હાઇટ હાઉસ લોન પરથી લોકોને સંબોધન કરતા જ્યોર્જ બુશે કહ્યું હતું કે ૧૧/૯ના સ્યુસાઇડ બોમ્બરોએ કરેલા ટ્વિન ટાવર એટેકમાં નિર્દોષ લોકો માર્યા ગયા. આ આતંકવાદીઓ નવા પ્રકારના શેતાનો છે. અમેરિકન લોકો ધીરજ રાખો, આતંકવાદ સામેનું યુદ્ધ, આ ‘ક્રુસેડ’ ચાલુ રહેશે. આપણે આ યુદ્ધ નિર્ણયાત્મક રીતે જીતીશું, જેથી આપણાં બાળકો અને એનાં બાળકો ૨૧મી સદીમાં શાંતિથી જીવી શકે.