એ વાત કહી જાય છે…

એતો છલકી છલકી રોજ રોજ ગાય છે,
વહેતા આંસુની વાત સાગર કહી જાય છે.
ઝાડ પર રોજ રોજ નવા ફૂલ ખીલે છે,
મહેકની વાત એ ભમર કહી જાય છે.
ઘરના છાપરે રોજ રોજ સૂરજ ડોકિયા કરે છે,
કિરણ નવી આશની એ વાત કહી જાય છે.
એક ભીક્ષુક રોજ રોજ આવી ભીખ માંગે છે,
મન કેવા છે મેલાની એ વાત કહી જાય છે.
મરી મરી મરણ પણ રોજ રોજ થાકી જાય છે,
માનવતા મરી પરવાની એ વાત કહી જાય છે.
ચારો ચરતા બળદીયાની ભૂખ વધતી જાય છે,
વાંછરડું ભુખ્યા મર્યાની વાત કહી જાય છે.




મરી મરી મરણ પણ રોજ રોજ થાકી જાય છે,
માનવતા મરી પરવાની એ વાત કહી જાય છે…..nice…!
મરી મરી મરણ પણ રોજ રોજ થાકી જાય છે,
માનવતા મરી પરવાની એ વાત કહી જાય છે.
ચારો ચરતા બળદીયાની ભૂખ વધતી જાય છે,
વાંછરડું ભુખ્યા મર્યાની વાત કહી જાય છે.
nice ,sundar