દિવાળી-નૂતન-વર્ષાભિનંદન..”આવી છે દિવાળી…”

ફૂલવાડીની વાંચક મિત્રો,શુભેચ્છકોને દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે મારી લાખ-લાખ શુભેચ્છા..દિવાળી આપના જીવનમાં ઉત્સાહ,આનંદના વિવિધ રંગો ભરીદે આવતું નૂતન વર્ષ આપના માટે સફળદાયી નિવડે..આપના આશા-અરમાનોને ને સફળતાના ઉચ્ચતર શિખરો પ્રાપ્ત થાય એજ હાર્દિક શુભેચ્છા. ફૂલવાડી વેબ-સાઈટના મૂલાકાતીની દિન-પ્રતિદિન સંખ્યા વધતી જાય છે તેનું મને ઘણું જ ગૌરવ છે.આજ સુધી વાંચકવર્ગની સંખ્યા ૧૨૮,૦૦૦ થઈ ગઈ છે તેના માટે આપ સૌ નો આભારી અને ઋણી છું.
*************************************************************************
શુભ શુકન,શુભ-લાભનો સાથિઓ દોરે છે દિવાળી,
દિપમાળાનો દિવ્યપ્રકાશ પ્રકટાવે છે દિવાળી.
સ્નેહની સાકર ભરી ભરી સૌને પિરસે છે દિવાળી,
ભેદ-ભાવના દુષણોથી સૌને દૂર રાખે છે દિવાળી.
વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી.
નવાવર્ષ સાથે નવી આશાનું કિરણ લાવી છે દિવાળી,
આનંદ-મંગળની આરતી ઉતારતી આવી છે દિવાળી.
‘દીપ’ કરીલે સંકલ્પ સારો આજ આવી છે દિવાળી,
પ્રેમની મહેંક મહેકાવી દે આજ આવી છે દિવાળી.




Happy Diwali to you too…
Nice poem
Happy Diwali to you and family….
HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR TO YOU AND ALL READER OF
PHOOLWADI
Happy Diwali and happy new years to you and Rekhaben and parivar.nice kavita.
સ્નેહની સાકર ભરી ભરી સૌને પિરસે છે દિવાળી,
ભેદ-ભાવના દુષણોથી સૌને દૂર રાખે છે દિવાળી.
HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR to all surfers and You.
Rajendra
http://www.bpaindia.org
“પ્રેમની મહેંક મહેકાવી દે આજ આવી છે દિવાળી”
શ્રી બારડ સાહેબ,
આપને, આપના કુટુંબીજનોને અને ફૂલવાડી પરિવારના સૌ વાંચકમિત્રોને દિપાવલીપર્વની હાર્દિક શુભકામના.
સ્નેહની સાકર ભેળવી સૌ ને પિરસે છે દિવાળી
સરસ
તમોને
happy divali
Indu and Ramesh
વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી
વાહ ભાઈ વાહ
વિશ્વ ના દીપ ખરેખર હર માનવ જાતને વિચારવા જેવું
અનોખું ગીત મુક્યું છે..
દીપાવલીની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નુતન વર્ષાભિનંદન………..
અનુભવજો અમ હૃદયનાં સ્પંદન ……
સરસ કવિતા છે અને દિવાળીની તમને પણ લાખ-લાખ શુભેચ્છાઓ..
મયુર (ગુજરાતીસંસાર)
http://gujaratisansar.wordpress.com/
Happy Diwali
Good one
વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી.
નવાવર્ષ સાથે નવી આશાનું કિરણ લાવી છે દિવાળી,
આનંદ-મંગળની આરતી ઉતારતી આવી છે દિવાળી.
……………………………………….
શ્રી વિશ્વદીપજી
કવિતા દ્વારા દિવાળીને સરસ વધામણી.દીપોત્સવીની હર ખુશાલી આપને આંગણે રમે એવી શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
દિવાળી ……..રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel