"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિવાળી-નૂતન-વર્ષાભિનંદન..”આવી છે દિવાળી…”

  ફૂલવાડીની વાંચક મિત્રો,શુભેચ્છકોને દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે મારી લાખ-લાખ શુભેચ્છા..દિવાળી આપના જીવનમાં ઉત્સાહ,આનંદના વિવિધ રંગો ભરીદે આવતું નૂતન વર્ષ  આપના માટે સફળદાયી નિવડે..આપના આશા-અરમાનોને ને સફળતાના ઉચ્ચતર શિખરો પ્રાપ્ત થાય એજ હાર્દિક શુભેચ્છા. ફૂલવાડી વેબ-સાઈટના મૂલાકાતીની દિન-પ્રતિદિન  સંખ્યા વધતી જાય છે તેનું મને ઘણું જ ગૌરવ છે.આજ સુધી વાંચકવર્ગની સંખ્યા ૧૨૮,૦૦૦  થઈ ગઈ છે તેના માટે આપ સૌ નો આભારી અને ઋણી છું.

 *************************************************************************

શુભ શુકન,શુભ-લાભનો સાથિઓ દોરે છે દિવાળી,
દિપમાળાનો દિવ્યપ્રકાશ પ્રકટાવે છે દિવાળી.

સ્નેહની સાકર ભરી ભરી સૌને પિરસે છે દિવાળી,
ભેદ-ભાવના દુષણોથી સૌને દૂર રાખે છે દિવાળી.

વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી.

નવાવર્ષ સાથે નવી આશાનું કિરણ લાવી છે દિવાળી,
આનંદ-મંગળની આરતી ઉતારતી આવી છે દિવાળી.

‘દીપ’ કરીલે સંકલ્પ સારો આજ આવી છે દિવાળી,
પ્રેમની મહેંક મહેકાવી દે આજ આવી છે દિવાળી.

November 1, 2010 Posted by | સ્વરચિત રચના, Uncategorized | 12 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers