ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
હોટેલ-મોટેલના માલિક ગુજરાતી, ગુજલીશમાં સૌને આવકારતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
નાનું હોય કે મોટું ગામ ત્યાં જોવા મળે ધંધો કરતા ગુજરાતી,
ભાઈઅમે અમેરિકન ગુજરાતી.
પરસેવો પાડતા ગુજરાતી, દેશમાં ભાઈ-ભાડુંને મદદ કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
કરકસરમાં નંબર One ,Triple couponsમાં ફૂડ buy કરતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
હોય જ્યાં એક ગુજરાતી, ત્યાં પછી આખુ ગામ વસે એ ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
“Sale”ના છાપા જોતા ગુજરાતી, આવક ઓછી તોય જલસા કરતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
અથાણા, આંબલી સાથે દાતણની જુડી , દેશથી લાવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
અમેરિકન મિત્ર આવે ઘેર,એને પણ ખીચડી-કઢીનો આસ્વાદ કરાવતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
દિવાળીમાં દિવો ને ક્રીસ્મસમાં કેન્ડલ,સર્વધર્મેના પર્વે અહી ઉજવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
ટોરટીયા ને દાળ,શાક સાથે ગાર્લિકબ્રેડ, બ્રેડ પર અથાણાના ચટકા કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.
અમો ખંતીલા ગુજરાતી, જેવો દેશ એવો વેશ પે’રી સૌની સાથે ભળતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.





bahoo saras kavita ….mane gami
bhoo sari lakheli che a pangti & ame vakhan kiriye chiye to ame pan indian gujrati
what a clear expression
very good
શ્રી વિશ્વદીપભાઇ,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી,
જેવો દેશ એવો વેશ પે’રી સૌની સાથે ભળતા ગુજરાતી.
ખુબ સુંદર રીતે ગુજરાતીઓની વાત રજુ કરી છે.
અભિનદન સુંદર ગીત માટે
ગુજરાતી તારી જડે ન જગમા જોડ
પ્રભુ શેનો તે ઘડ્યો તેનો પાડ ફોડ
good job
visit
http://www.pravinash.wordpress.com
VERY WELL SAID ITS REAL FOR ALL GUJARATIS.
[...] http://vishwadeep.wordpress.com/2010/08/19/%e0%aa%ad%e0%aa%be%e0%aa%88-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87-%… [...]
Pingback by ભાઈ અમે અમેરિકન ગુજરાતી. | indiarrs.net Classifieds | Featured blogs from INDIA. | August 20, 2010
અમેરિકન ગુજરાતીઓનુ તો તમે આબાદ ચિત્રણ કર્યુ છે. બહુ લાંબો સમય તો નથી થયો પણ અહીં વસતા સિનીયર ગુજરાતીઓને જોયા છે તમે એમને એક્દમ બાખૂબી વર્ણવ્યા છે,
Thank you for your valuable comments.
વાહ
અને અમે ગુજરાતી ગુજરાતી
લતા હિરાણી
સરસ કવિતા છે. આ વિષય પર મેં પણ એક ગઝલ લખી છે. નીચે લિન્ક આપી છે.
http://jagadishchristian.wordpress.com/2010/07/15/
proud to be Gujarati. Nice exposure our true qualities.
સરસ કવિતા છે.અમેરિકન ગુજરાતીઓનુ આબાદ ચિત્રણ .
Enjoyed.
Ramesh Patel(Aakashdeep)
that’s really a perfect description of reality….. very well said….
વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
http://piyuninopamrat.wordpress.com/2010/09/10/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E2%80%A6-%E0%AA%9C%E0%AA%B0/