અહીં મસ્તક ફૂટ્યું …
અહીં મસ્તક ફૂટ્યું ને રકતધારા લાલ આવી ગઈ,
પછી જોયું તો એક બિન્દી તમારે ભાલ આવી ગઈ.
હતાં જે આવનારાં કાલ એ એક જ નહીં આવ્યાં,
નહીંતર જિંદગીમાં તો ઘણીએ કાલ આવી ગઈ.
મહોબ્બતની ગલી સીધી હતી તો પણ વળ્યો પાછો,
કરૂં પણ શું બીજું ? વચ્ચે જ એક દિવાલ આવી ગઈ.
કદમ લથડી રહ્યો છે તો ય વધતો જાઉં છું આગળ,
મદિરાલયમાં જઈ આવ્યો તો મક્કમ ચાલ આવી ગઈ.
અમારે તો જીવન સંગ્રામમાં ઘા ઝીલવાના છે,
અમારા હાથમાં તલવાર બદલે ઢાલ આવી ગઈ.
પરિવર્તન થયું બસ એટલું બેફામ જીવનમાં,
જનમદિન આવતા’તા ત્યાં મરણની સાલ આવી ગઈ.
-બરકત વીરાણી ‘બેફામ’





અમારે તો જીવન સંગ્રામમાં ઘા ઝીલવાના છે,
અમારા હાથમાં તલવાર બદલે ઢાલ આવી ગઈ.
પરિવર્તન થયું બસ એટલું બેફામ જીવનમાં,
જનમદિન આવતા’તા ત્યાં મરણની સાલ આવી ગઈ.
-બરકત વીરાણી ‘બેફામ’
Enjoyed,nice gazal.
Ramesh Patel(Aakashdeep)
very nice Gazal
Ek Sudar Gazal!
Enjoyed it !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Vishwadeepbhai Hope to see you on Chandrapukar !
Very nice gazal. While I was reading,
કદમ લથડી રહ્યો છે તો ય વધતો જાઉં છું આગળ,
મદિરાલયમાં જઈ આવ્યો તો મક્કમ ચાલ આવી ગઈ.
it reminded me of Mirza Galib for his closeness to madira and Zinnat. Keep it up.