સમજ પડે તો….
દરિયો ડૂબ્યો હોડી અંદર , સમજ પડે તો કાગળ લખ,
ના કોઈ બારું ના કોઈ બંદર, સમજ પડે તો કાગળ લખ.
મત્સ્યકન્યાની અફવા નીકળી,સમજ પડે તો કાગળ લખ,
કદીયે ના જન્મારે મળી, સમજ પડે તો કાગળ લખ.
છીપ તજીને મોતી ચાલ્યું, સમજ પડે તો કાગળ લખ,
મળી ગયું તો ગજવે ઘાલ્યું, સમજ પડે તો કાગળ લખ.
જળની વચ્ચે જળને દીવો,સમજ પડે તો કાગળ લખ,
ડૂબી ગયો તીરે મરજીવો, સમજ પડે તો કાગળ લખ.
કાંઠે આવી હોડી અટકી, સમજ પડે તો કાગળ લખ,
ગયો અચાનક દરિયો છટકી, સમજ પડે તો કાગળ લખ.
-લાલજી કાનપરિયા

મત્સ્યકન્યાની અફવા નીકળી,સમજ પડે તો કાગળ લખ,
કદીયે ના જન્મારે મળી, સમજ પડે તો કાગળ લખ.
છીપ તજીને મોતી ચાલ્યું, સમજ પડે તો કાગળ લખ,
મળી ગયું તો ગજવે ઘાલ્યું, સમજ પડે તો કાગળ લખ
સરસ
યાદ આવી
- કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…
મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
કાંઠે આવી હોડી અટકી, સમજ પડે તો કાગળ લખ,
ગયો અચાનક દરિયો છટકી, સમજ પડે તો કાગળ લખ.
સરળ અને સહજ.
સપના