"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કો ખલાસી છે..

સિંહ સાથે કરી લે દોસ્તી, ને પછી દુશ્મન તારા થઈ જશે..

આંખમાં જળ ને આંખ પ્યાસી છે,
એ જ    વાતે  સદા    ઉદાસી છે.

રાત છે    ચાંદ છે    અગાશી છે,
કોઈને      ઝૂરવા      ત્રિરાશી છે.

તેજ  રફતાર     કાળની   છે ને,
આપણાં   પગ મહીં કપાસી   છે.

આપણા   કોઈને  કશું   ક્યાં  છે,
જાત  છે    એય  દેવ   દાસી છે.

એક   જ  નાવમાં    ભલે  બેઠા,
કો  પ્રવાસી તો   કો ખલાસી  છે.

-વજેસિંહ પારગી

મે 27, 2010 Posted by | ગમતી ગઝલ | 1 Comment

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers