"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાવ કોરો હાંસિયો…

 

ખૂબ સ્વ છંદી નદી છે, ફાવે    ત્યાં  ફંટાય છે,
તે   છતાં  કાં નદી, અવલોકમાં   પૂજાય   છે.

મોરપિંછાની  થવાની    માનતા   પૂરી   હવે,
આંગળી પકડી પવનની, દ્વારકા   એ જાય છે.

માછલીએ   જાળને   જમવાનું   દીધું  નોતરું,
તે  પછી    દરિયામહીં એ માછલી  ચર્ચાય છે.

કાટખૂણે  જાતને   છેદી    શકો  તો ધન્ય  છો,
સત્ય આ સમજાવવા તો સાથિયા ચીતરાય છે.

શિર   ગગનું શર્મથી    ઝૂકી     જતું જોઈને,
ભાન  ભૂલી સૂર્ય જ્યારે  ખીણમાં  રોકાય  છે.

રણ તને  છાંટો ય પાણી   નહિ  મળે,  કેમ કે-
આકાશમાં તો black માં  વાદળા  વેચાય છે.

શબ્દને સાધી શક્યાની વાત   તો બહૂ દૂરની,
સાવ કોરો હાંસિયો પણ ક્યાં  હજી સમજાય છે.

-ધૂની માંડલીયા

મે 26, 2010 Posted by | Uncategorized | 4 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers