"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કરૂ કેમ તને યાદ?

સ્વર્ગ  કે  નરકની બીકથી  કરૂ  કેમ  તને યાદ?
મૂર્તિ  કે  મંદીર રાખી ઘરમાં કરૂ કેમ તને યાદ?

કરૂ  કર્મ  સારા, જાલુ  આંગળી એક માનવની,
હીરા સજીત વાઘા  સજાવી  કરૂ કેમ તને યાદ?

માનવી છું,  માનવતા ખાતર જીવીશ વિશ્વમાં,
ધર્મને રાખી તલવાર પર, કરૂ   કેમ તને યાદ?

મંદીર, મસ્જીદને ચર્ચ  ચણાય રોજ નવા નવા,
ગરીબી જીવે  છે કબરમાં,  કરૂ કેમ  તને યાદ?

રોજ રોજ  તારે જ ખાતર  મરે છે માનવી લાખો,
‘દીપ’લડશે માનવી ખાતર, કરૂ કેમ તને યાદ?

April 10, 2010 Posted by | સ્વરચિત રચના | 1 Comment

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers