"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ફાગણ આવ્યો રે..હોળી-ધુળેટીની ગુલાબી રંગભરી શુભકામના..

ફૂલ્યો-ફાલ્યો ફાગણ આવ્યો રે,
     રંગ-બેરંગી ફૂલો લાવ્યો રે.. ફાગણ આવ્યો રે,
     
આંગણે અનેરો ઉત્સવ આવ્યો રે,
      કોયલ કેરું ગુંજન લાવ્યો રે..ફાગણ આવ્યો રે..

કેસરીયાળી પાઘડી પે’રી,કેસુડો આવ્યો રે,
    રંગભરી પિચકારી લાવ્યો રે…ફાગણ આવ્યો રે.

નમણી નારમાં એક અનેરો આનંદ આવ્યો રે,
     હૈયામાં આજ અનેરો ઉમંગ લાવ્યો રે..ફાગણ આવ્યો રે.
 
શેરીએ શેરીએ સૌને   સાદ દેતો આવ્યો રે,
     ભીંજાવે ચુંદડી એવો રંગ લાવ્યો રે..  ફાગણ આવ્યો રે.

પ્રગટતી જ્વાળાભરી  હોળી સાથ લાવ્યો આવ્યો રે,
      દુષણો દૂર કરવા એક મંત્ર લાવ્યો રે..ફાગણ આવ્યો રે

************************************************

હોળી, જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” Read more »

February 27, 2010 Posted by | કાવ્ય, ગમતી વાતો, સ્વરચિત રચના | 1 Comment

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers