સમય મળે તો ?
સમય મળે તો એક ક્ષણ વટાવી જો,
ધીરજ મળે તો અંતરમાં ઉતારી જો.
મળ્યું શે નાણું ટાળું અવિચળ થાણું,
એકાંત મળે તો ભીતરમાં વિચારી જો.
શીદ ઘેરાયેલો વાદળના વમળમાં,
મન-તન મળેતો જિંદગીને મનાવી જો.
વાપરવા માટે અઢળક સંપત્તિ મળી છે,
સમય મળે તો નિસ્વાર્થ વાપરી જો.
દયા ધર્મ, ભાવ, પ્રેમ,જીવન-ઝરમર,
પ્રેમ મળે તો ઈશ્વરને રિઝાવી જો.
‘ભરતજી’ આવેલી તક ન ગુમાવીશ,
ખુદને આપ મેળે તું જગાડી જો.
-દાસ ‘ભરતજી’





દયા ધર્મ, ભાવ, પ્રેમ,જીવન-ઝરમર,
પ્રેમ મળે તો ઈશ્વરને રિઝાવી જો.
વાહ
યાદ આવી
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
એકાંત મળે તો ભીતરમાં વિચારી જો….
સરસ….
ઘણા લૉકૉ કહે છે સમય નથી પણ સમય કાઢવૉ પઙે.