"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ખટક્યું નહીં.

કોઈ પ્હોંચ્યું   નહીં કોઈ અટક્યું   નહીં,
તે  છતાં   કોઈને કૈ  જ ખટક્યું   નહી.

ખુબ સમજું  હતા સૌ  સ્વજન તે છતાં,
કેમ  લાગ્યું સતત? કોઈ સમજ્યું નહીં.

કોઈ વાદળ રહ્યું  ઘર  ઉપર હરવખત,
પૂછ્યા કયાં જવું ? કેમ વરસ્યું   નહી?

ઘર  બળ્યું હોત    તો વાત જુદી હતી,
જીવ  બળતો   રહ્યો, કોઈ ફરક્યું નહીં.

પીંજરું   પાંખ    જેવું   જ વ્હાલું   હતું,
ઊડવા   તરફ્ડ્યું   ક્યાંય ઊડ્યું   નહીં.

-રાજેશ  વ્યાસ ‘મિસ્કીન’

December 22, 2009 - Posted by | ગમતી ગઝલ

2 Comments »

  1. કોઈ વાદળ રહ્યું ઘર ઉપર હરવખત,
    પૂછ્યા કયાં જવું ? કેમ વરસ્યું નહી? saras..

    Comment by chetu | December 22, 2009

  2. વાહ… મજાની ગઝલ…

    લાંબા સમય પછી અહીં આવવાનું થયું… પદ્યની સરખામણીમાં ગદ્યની માત્રા ઘણી વધી ગઈ છે પણ એકંદરે ‘ફ્લેવર’ પસંદ આવે એવી છે…

    Comment by વિવેક ટેલર | January 13, 2010


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers