"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્વર્ગ આવવું નથી

સ્વર્ગ  આવવું નથી કે  રહેવું નથી નાથ મારે ત્યાં,
                   યાચુ એટલું ફરી ફરી માનવ જન્મ દેજે અહીં.

સુખ-સાહિબીની જાહોજલાલી હોય જ્યાં ના ફિકરની કોઈ  ત્યાં!
                  એવા સ્વર્ગમાં  મારે ત્યાં રહેવું  નથી..યાચુ એટલું

દેવ બની નથી પીવી કોઈ મદીરા,કે જોવા નાચ-ગાન અપ્સરાના,
            પિવડાવવું  પાણી તરસથી તડપતા માનવીને અહી…યાચુ એટલું

જ્યાં નથી કોઈ આંસુ હર્ષ કે શોકના એવું સ્થળ ગમતું નથી,
            આંસુ પી,પી ને જીવનારા સાથે રહેવું  મારે અહીં..યાચુ એટલું

જ્યાં આત્મા હવા બની ફરે, સ્થુળ કાયાની કોઈ કિંમત નથી,
           હાડ-પિંજર બની બેઠેલા કાયાની સેવા કરવી અહીં..યાચુ એટલું

ખર્ચી નાંખે આખી જિંદગી આ માનવ સ્વર્ગ જવા  બંદગી કરી,
           માનવતાનો ધર્મ મારો, ના કોઈ મસ્જીદ કે મંદિર મારે….યાચુ એટલું

        -

November 23, 2009 - Posted by | સ્વરચિત રચના

4 Comments »

  1. વાહ!

    ઘણી સરસ કૃતિ!

    Comment by vijayshah | November 23, 2009

  2. Thanks Vishwadeep

    Comment by વિશ્વદીપ બારડ | November 23, 2009

  3. It’s effective in writting & reading buttttttttttttttttt

    PRACTICALLY IT’S VERY HARD

    Comment by REKHASDEDHIA | November 23, 2009

  4. ‘swarg nathi aavavu’ kavya mane khub gami!!

    Comment by LATA KULKARNI | January 7, 2010


Thank you for visiting" PHOOLWADI" Thank you ofr your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers