અટકળ બની ગઈ જિંદગી!

આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ…
બેઉ બોજ ખેંચતા કાવડ બની ગઈ જિંદગી!
હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફકત શ્વાસોચ્છાસની અટકળ બની ગઈ જિંદગી!
સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી!
વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાલની અબજો અજીઠી પળ બની ગઈ જિંદગી!
ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો-
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી!
દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યાં? દાવાનળ બની ગઈ જિંદગી!



ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો-
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી!
jordaar gazal lai aavyaa…
… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
http://palji.wordpress.com
દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યાં? દાવાનળ બની ગઈ જિંદગી!
ખુબ સરસ આપ આવ્યા દાવાનળ બની ગઈ જિંદગી ..ક્યા બાત હૈ વિશ્વદિપભાઈ ગઝલકાર કૉણ છે?
સપના
Thank you sir.
સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર..
“ફૂલવાડી”ની મહેંક આપ જેવા વાચકથી મહેંકે છે..
વિશ્વદીપ