ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવું કેમ થાય છે?

21061

  (છેલ્લા બે વીકમાં  ત્રણથી ચાર વખત ફ્યુનરલમાં જવાનું થયું..કોઈ સ્વજન, કોઈ મિત્ર ખોયો.દુ:ખ થાય છે.બસ આવું કેમ થાય છે? એ વિચારોમાં આ કાવ્ય સરી પડ્યું)

રોજ રોજ ફ્યુનરલમાં જવાનું થાય છે,
આવું કેમ થાય છે?

એક પછી એક સ્વજન સ્વધામ જાય છે,
આવું કેમ થાય છે?

ઊંમર કેવી આવી,મિત્રો ઓછા થાય છે,
આવું કેમ થાય છે?

વર્ષો વિતાવ્યા સાથ, સાથી ઓછા થાય છે,
આવું કેમ થાય છે?

બાગમાં ગાતી’તી કોયલ,ત્યાં કાગડાઓ જાય છે,
આવું કેમ થાય છે?

કેવી તે સાંજ આવી!સૂરજ રિસાતો જાય છે,
આવું કેમ થાય છે?

આજ-કાલ કેમ ફ્યુનરલમાં જવાનું થાય છે!
આવું કેમ થાય છે?

November 8, 2009 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 4 Comments

4 Comments »

  1. This is the law of nature. There is no answer for that.
    We all have to go in the same direction sooner or later.

    Comment by pravinash1 | November 10, 2009

  2. આ જ તો જીવન છે.

    Comment by Rajani Tank | November 12, 2009

  3. thrilled to meet you in person after reading all your works..

    Comment by Bhoumik | November 17, 2009

  4. સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર..
    “ફૂલવાડી”ની મહેંક આપ જેવા વાચકથી મહેંકે છે..

    વિશ્વદીપ

    Comment by વિશ્વદીપ બારડ | November 17, 2009


Leave a comment