ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!

reprints_QF95_l

વરસાદની  મોસમ અને  કોરી   નજર કહેવું પડે!
સાગર તરે  જ્યાં  માછલી   કાંધ પર કહેવું  પડે!

મુજ પ્રેમની વાતો નગરમાં આમ વાત થઈ પડી,
ત્યાં સૂર્યના તડકા વિશે  સૌ  બેખર    કહેવું પડે!

આકાશ  જેવા મૌનની ચાહત અમે   વાવી હતી,
ઘોંઘાટના સાગર ઊગ્યા પાંપણ  ઉપર કહેવું પડે!

ફરિયાદ એના નામની  કરવા  ગયો  દરબારમાં,
બુઠ્ઠી  કલમની ઘારની   જાણી અસર  કહેવું પડે!

વરસાદ કે વૈશાખ એ  તો   જિંદગીના છે ભરમ,
‘રશ્મિ’   સમજ કે બે ઘડી બાકી સફર કહેવું પડે!

-રશ્મિ શાહ

November 5, 2009 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | No Comments Yet

No comments yet.

Leave a comment