યાદ રે’વાદે
ન કર બરબાદ ઘર મારું, ભલા સય્યદ રે’વાદે,
બચેલા તણખલા માળા મહીં આબાદ રે’વાદે.
છે તારી યાદથી આબાદ દિલનો બાગ આ મારો,
ભલે ના આવ તું કિન્તુ દિલે તુજ યાદ રે’વાદે.
થયો બેહોશ, તેને હોશમાં લાવીને શું કરશે?
બિચારાના દિલે તારો પ્રણય-ઉન્માદ રે’વાદે.
કર્યા પાગલ ઘણાને રૂપથી આંજી મહોબ્બ્બતમાં,
ભલા થઈને હવે શાણો જગે એકાદ રે’વાદે.
હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ’,
મરણ થાતાં કરી માતમ નકામી યાદ રે’વાદે.
-’બેબસ’દેખૈયા
No comments yet.


