બાળપણની ચાલ
સરળતાથી નહીં ભૂંસી શકો એકેક જણની ચાલ;
સતત પગરવ કરીને જાય જીવનમાં સ્મરણની ચાલ.
સમજદારીની ભાગમદોડમાં બસ વસવસો છે એક,
ચમકતાં બૂટનાં તળિયે ઘસાઈ બાળપણની ચાલ.
મુસીબતમાં છું હમણાંથી જરા જાહેર થૈ ગઈ વાત,
બધાંએ વાતવાતે ચાલવા માંડી છે..પણની ચાલ.
મને ખુદને જ મળવામાં હું અડચણરૂપ થઉં છું રોજ,
મને મળવા જ ચાલી આજ મારા અપહરણની ચાલ.
સદાયે ખુશ રહેવાની બતાવી દઉં જડ્ડીબુટ્ટી,
‘ધરા સાથેજ બદલાતી રહે વ્હેતાં ઝરણની ચાલ.’
-અશોક ચાવડા




સમજદારીની ભાગમદોડમાં બસ વસવસો છે એક,
ચમકતાં બૂટનાં તળિયે ઘસાઈ બાળપણની ચાલ.
su vaat chhe bhai ..zabberdast