ગરીબીનું ગૌરવ!




ગરીબીનું ગૌરવ અમે તો ગાઈએ,
ઝૂંપડામાં ભલેને અમે રહીએ..ગરીબીનું ગૌરવ
છાશ-રોટલો ના મળે તો,
પાણી પી પેટ અમો તો ભરીએ…ગરીબીનું ગૌરવ
દેહ ઢાંકવા કાંઈ ન મળે તો,
વાદળ વીટી અમો તો ફરીએ.ગરીબીનું ગૌરવ
સુવા ખાટલો ના મળે તો ,
ધરતી ગોદ આપે ત્યાં સુઈએ..ગરીબીનું ગૌરવ
બાળ ક્યાં ભણવા જાય અમારા!
તારા ગણી ગણીને ભણીએ..ગરીબીનું ગૌરવ
“સૌ સરખા છે”, એ વાત ખોટી
તો અલગવાસમાં કેમ અમે રહીએ?..ગરીબીનું ગૌરવ



garib hovu e gunho nathi pan garibimathi bahar avta shikhvu joye.