ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શા માટે?

2700344280_c080b4d857

શા માટે
આપણે આપણી વાતો
કર્યા કરીએ છીએ?

શા માટે  આટલો બધે ફાંકો?
આટલી બધી ડંફાસ?

બોલી બોલીને ક્યા
ખાલીપાને પૂરવા માગીએ છીએ?

કોઈના કાન પર
પથરા ફેંકતા હોઈએ
એમ શબ્દો ફેંકવાનું
માંડી ન વાળી શકાય?

શબ્દોની હથેળીને
એક વાર તો બંધ કરી જુઓ
અને મુઠ્ઠીમાં સમાયેલા
મૌનની ઈજ્જત કરો.

-સુરેશ દલાલ

June 28, 2009 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

2 Comments »

  1. કોણ કહે છે આપણે મૌનની ઈજ્જત કરતા નથી?
    મૌનના સ્વામીઓને શોધી શોધીને એમના ચરણોમાં માથાં નમાવીએ છીએ.
    હા,એ જુદી અને સાવ સાચી વાત છે કે શબ્દોની હથેળીને બંધ કરી
    અને મુઠ્ઠીમાં સમાયેલા મૌનની ઈજ્જત નથી કરી શકતા.
    બહુ અઘરું કામ છે.
    એને માટે તો કવિ થવું પડે.સામાન્ય કવિ નહીં;સુરેશ દલાલ જેવા કવિ થવું પડે.
    બધાં અઘરાં કામ અશક્ય નથી હોતાં

    Comment by Shah Pravinchandra | June 29, 2009

  2. શબ્દોની હથેળીને
    એક વાર તો બંધ કરી જુઓ
    અને મુઠ્ઠીમાં સમાયેલા
    મૌનની ઈજ્જત કરો.

    Comment by Govind Maru | June 30, 2009


Leave a comment