મંદીર જો ખુલે તો..

મંદીર જો ખુલે તો,
કહી દઉ ભગવનને
એક ચીસ પાડીને,
નીકળ બહાર ભક્તોની ભીંડમાંથી,
શું જરુર છે તારે,
હીરા-મોતી, માણેકથી જડીત,
મોઘા માયલા મૃગટની?
આખો દેહ ઢાંકી બેઠો છે ,
સોના-ચાંદીના વાઘા પહેરી,
બહાર નીકળ..ન કર નખરા આવા!
મહેલમાં પોઢી આરામથી ઊંઘે,
ભક્તો કરે મજાની સેવા!
મળે મેવા,છોડીદે આ દેખાવ આજ.
કર્મભુમીનો દેશ છે,કર્મ કર,
“NO FREE LUNCH HERE”
Only temple! have a free lunch there !!
”હું પણ નજરકેદ છું..શું કરું?
કોઈ ના છોડાવે મને..શું કરું?
હવે તો પથ્થર બની ગયો છું.શું કરું?


