શું કરું?

ખૂબ લંબાતી જતી મારી ક્ષણોને શું કરું?
ઘાતકી, કાતિલ થતી સાચી ક્ષણોને શું કરું?
શું કરું તારી ગલીને? શું કરું શહેરને?
આ છબીમાં લાગતી તાજી ક્ષણોને શું કરું?
આમ પાછળ જોઈ મેં પથ્થર બનાવી છે તને,
એ પછી હિસ્સે રહી બાકી ક્ષણોને શું કરું?
એક-બે અપરાધની તો કોઈ પણ આપે ક્ષમા
તેં મને આપેલ અપરાધી ક્ષણોને શું કરું?
એક માણસ કેમનો ‘ઈર્શાદ’ પડછાયો થયો?
સૂર્યને પૂછો નહીં કાળી ક્ષણોને શું કરું?
-ચિનુ મોદી




Chinu Modini aa ghazal mane ghaNi gami.Thanks Vishwadeepbhai.
ખૂબ લંબાતી જતી મારી ક્ષણોને શું કરું?
ઘાતકી, કાતિલ થતી સાચી ક્ષણોને શું કરું?
Sapana
….મજા આવી….
very nice.
એક માણસ કેમનો ‘ઈર્શાદ’ પડછાયો થયો?
સૂર્યને પૂછો નહીં કાળી ક્ષણોને શું કરું?
- સુંદર ગઝલ,….. મજા આવી..
sunder gazal