મન..

મારતું,તારતું,રજળતું ,ભાન-શાન ભુલાવતું મન,
હરતું ,ફરતું,ચરતું, માયા-જાળમાં ફસાવતું મન.
માન-પાન ભુલાવતું,સારા સંસારને ઠગાવતું મન,
શાંતી-ક્રાંતી લાવતું, જીવ-શીવને મેળાવતું મન.
સાધુ યા સંત,સજજ્નને સાણસામાં ફસાવતું મન,
ઝેર યા અમરત,દેવોને દાનવને લડાવતું મન.
વેર કરે, ઝેર કરે,મંગળ-અમંગળને બજાવતું મન,
લડે છે, ઝગડે છે,રાત્રીના ઉજાગરા કરાવતું મન.
મારતું ને જીવાડતું,માયા-ઝાળમાં વિટળાતું મન;
ઠારતું હારતું, અનોખા બંધોનોમાં જકડતું મન.
સ્વર્ગ છે,નર્ક છે,સિક્કાની બે બાજું નું નામ છે મન,
દીપ છે,રેખાછે, સુખી સંસારને સમજે સાચુ મન!


