બંધકર

ના કશું પામીશ, ખાલી ભાગવાનું બંધ કર,
વાતવાતે સાવ ઝીણું કાંતવાનું બંધ કર.
કૈંકનાં પાણી ઉતરતાં જોઈ લીધાં છે અહીં,
સાવ નાહક રોફ જ્યાં ત્યાં છાંટવાનું બંધ કર.
હોય કૌવત તો કશું નક્કર કરી દેખાડ તું,
ખાલી વાદળ જેમ ફોગટ ગાજવાનું બંધ કર.
એમ ક્યાં પંડીત થવાતું હોય છે પોઠા પઢ્યે,
નામ રટવાનું શરૂ કર, વાંચવાનું બંધ કર.
ક્યાંસરળ છેએમ કંઈ’આશિત’ગઝલ આવે નહીં,
રાત આખી ઝંખવાનું, જાગવાનું બંધ કર.
-આશિત હૈદરાબાદી




એમ ક્યાં પંડીત થવાતું હોય છે પોઠા પઢ્યે,
નામ રટવાનું શરૂ કર, વાંચવાનું બંધ કર.
સરસ છે.
હોય કૌવત તો કશું નક્કર કરી દેખાડ તું,
ખાલી વાદળ જેમ ફોગટ ગાજવાનું બંધ કર.
વાહ..સરસ રચના.