રડતા નહીં મારા મિત્રો..
(*શીખ માતાપિતાની પુત્રી ગીતાંજલી ૧૬ વર્ષની વયે કેન્સરમાં મૃત્યું પામી. કેન્સર થયા બાદ અંગ્રેજી ભાષામાં રચાયેલા કાવ્યો તેની ઈચ્છા મુજબ તેના મૃત્યું બાદ પ્રગટ કરવામાં આવ્યા. )અનુવાદ-નલિન રાવળ-Courtesy-”Parab”
હું જ્યારે શ્વેત વસ્ત્રોમાં લપેટાઈ
શાંતીથી પોઢી હોઉં ત્યારે રડતા નહીં-
મને એ રીતે વિદાઈ ન આપતા.
મારી અંતીમ યાત્રાએ જવા
હું શાંતીથી પોઢી હોઉં ત્યારે અશ્રુભીના ફૂલના હાર
મારા પર મૂકશો નહી.
પ્રાર્થનામાં જોડાશો
મારા આત્માની શાંતી અર્થે મને એની જરૂર છે
તમે હાથ જોડી ઈશ્વરનો આભાર માનશો એમણે દાખવેલ દયા અર્થે
એજ મને ગમશે.
તમને આનંદ ન થવો જોઈ એ કે તમે જેને
ચાહતા હતા તે અંતે દુ:ખમુક્ત થયું.
દરેક હૈયાને એનું દુ:ખ છે
પણ તમે જો હિંમત ગુમવાશે
તો બધું વૃથા નિવડશે.
આપણે સૌને ભોગવવાનું છે.
જેમ ધરતીને તડકો અને વર્ષાની જરૂર છે
તેમ આપણા આત્માને સુખ, દુ:ખ અને
વેદનાની જરૂર છે.
મારાં અસ્થિફૂલ વહી જશે
નદીના વહેણમાં
અને તમે ઊંચે જોશો તો
મેં વહાવેલાં આસું થી બંધાયેલું મેઘધનુ.




shu kahevu ..kai shbdo j nathi….bahu mushkeli thi bharelu che jyare koine potana bachcha ne gumavvu pade….
ખરેખર આમાંથી બોધ લેવા જેવો છે. મજા આવી ગઇ.