"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માણસ-જયંત પાઠક

 sad_man

રમતાં  રમતાં  લડી  પડે  ભૈ,   માણસ છે;
હસતાં  હસતાં    રડી પડે  ભૈ,   માણસ છે.

પહાડથીયે   કઠ્ઠણ   મક્કમ        માણસ છે; 
દડદડ દડદડ દડી પડે ભૈ,      માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપ ચપ     માણસ છે;
ને    બે ડગલે ખડી પડે  ભૈ,      માણસ છે.

સૂર્યવંશી   પ્રતાપ  એનો ,        માણસ છે;
ભરબપોરે  ઢળી પડે  ભૈ             માણસ છે.

પૂજવા ઝટ થયા  પાળિયા,      માણસ છે;
ટાણે  ખોટ્યું પડી, પડે ભૈ,          માણસ છે.

March 26, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers