કોને ખબર !

રામ સ્પર્શ્યા તો અહલ્યા ગૈ બની આખ્ખી ડગર,
શ્યામ- તારી વાંસળીનું શું થશે? કોને ખબર?
આપણા આ વિશ્વનું શું છે થવાનું હમસફર ?
એક કુમળ પુષ્પને- એક પ્રશ્ન પૂછે ભ્રમર.
એ નશામાં હોય છે બસ એટલે તો તરબતર..
પીધું કૈ -પારસમણિ ઘૂંટી અને થૈ ગૈ અસર.
આંખમાં છે એમની આકાશ તારાં સ્વપ્નવત,
લયવલય બ્રહ્માંડનાં દેખાય જો ખોલે અધર…
ચેતનાઓ જો સતત કરતી ભ્રમણ ત્યાં હોયતો-
જઈ બતાવો એમને સંવેદનાઓની કબર.
-કવિ રાવલ




આપણા આ વિશ્વનુ શુઁ છે થવાનુ હમસફર? બહુ જ સરસ વાત કરેલ છે….
it,s very nice.i enjoy it
કવિની સુંદર ગઝલ….
આભાર અને અભિનંદન !