આ દિલ તો ખોલીને દીવો કરો -Open Your heart to Light a Lamp

તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે O my brother grand like the sea
આ દિલ તો ખોલીને દીવો કરો રે. open your heart and light a wick.
આ રે કાયામાં છે વાડીઓ રે હો જી, In this body are orchards
માંહે હંસ તો કરે છે ઝીંગોરા રે. and the peacock dances and calls.
આ રે કાયામાં છે સરોવર રે હો જી, There is a lake in this body
માંહે હંસ તો કરે છે કિલ્લોલ રે. and the swans trumpet in felicity.
આ રે કાયામાં છે હાટડાં રે હો જી, In this body are marts
તમે વણજવેપાર કરોને અપરંપારા રે. where you can trade without bounds.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હો જી, Lord Giridhara’s virtues Mira affirms
દેજો અમને સંત ચરણે વાસેરા રે. grant me refuge at saints’ feet.
રાજેન્દ્ર શુકલ (Translated by Pradip N. Khandwala



