"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોને ખબર !

yogi-anneliesrigter

રામ  સ્પર્શ્યા તો  અહલ્યા  ગૈ બની  આખ્ખી  ડગર,
શ્યામ- તારી વાંસળીનું      શું   થશે?   કોને ખબર?

આપણા આ  વિશ્વનું    શું   છે   થવાનું   હમસફર ?
એક      કુમળ         પુષ્પને- એક    પ્રશ્ન   પૂછે ભ્રમર.

એ    નશામાં હોય છે બસ એટલે તો    તરબતર..
પીધું    કૈ -પારસમણિ  ઘૂંટી     અને  થૈ    ગૈ  અસર.

આંખમાં  છે     એમની  આકાશ  તારાં  સ્વપ્નવત,
લયવલય     બ્રહ્માંડનાં દેખાય  જો ખોલે અધર…

ચેતનાઓ  જો સતત કરતી ભ્રમણ ત્યાં  હોયતો-
જઈ      બતાવો   એમને    સંવેદનાઓની   કબર.

-કવિ રાવલ

January 30, 2009 Posted by | ગમતી ગઝલ | 3 Comments

આ બધાં સાથે જ છે.

2754569187_99602e6a74

આવવામાં  કે  જવામાં આ  બ ધાં    સાથે  જ  છે.
હાથ-પગને  બાંધવામાં આ  બ ધાં    સાથે  જ છે.

રંગ  પૂરે   છે   અહીં  સૌ     પોત    પોતાના  ભલે,
ઘાવને  શણગારવામાં  આ  બ ધાં    સાથે  જ છે.

હા  ઉઘાડા  પાડશે    એ અન્યને     એકેક    થઈ,
જાતને સંતાડવામાં    આ  બ ધાં    સાથે   જ  છે.

 
આગવી   રીતે   પ્રહારો   એ     કરે    ને આખરે,
ક્ષેમકુશળ   પુછવામાં  આ  બ ધાં    સાથે  જ છે.

જીવતી  એ   ડાળ પર   મારે    કુહાડી ને   છતાં,
પાન થઈને   ફૂટવામાં આ  બ ધાં    સાથે જ છે.

રોજ   સૂરજને   ડુબાડી રાત થઈ     ડૂબી  જતાં,
ને સવારે  ઉગવામાં  આ     બ ધાં    સાથે  જ છે.

પાંખ પંખીની   અહીં       હળવેથી  કાપ્યા  પછી,
આભમાં જઈને ઊડવામાં આ બ ધાં સાથે  જ છે.

-નીતિન વડગામા

January 29, 2009 Posted by | ગમતી ગઝલ | 5 Comments

બે કાવ્યો-ચીમન પટેલ

71119705_eebgd7zu_2001beautifulsunbirdw

જન્મ-મરણ

દિકરો જન્મ્યો
ત્યારે,
બઘા હસ્યા
ને
એ રડ્યો !

એના
મૃત્યું ટાણે
બઘા રડ્યા
ને
એ મૂક હસ્યો-
મૂકિત માટે !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૮/’૯૮

**************

સ્વજનો
આજે
રડે છે
સ્વજનના
મૃત દેહ પર.
કાલ સુઘી

રડ્યો’તો
આજ
સ્વજનો ખાતર !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૫/’૯૮

January 29, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 Comment

આ દિલ તો ખોલીને દીવો કરો -Open Your heart to Light a Lamp

 8429-041-01-1088

 

 

તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે               O my brother grand like the sea
        આ દિલ તો ખોલીને દીવો કરો રે.                                 open your heart and light a wick.

આ રે કાયામાં છે વાડીઓ રે હો જી,                         In this body are orchards
        માંહે  હંસ તો કરે  છે  ઝીંગોરા રે.                                     and the peacock dances and calls.  

આ રે કાયામાં છે સરોવર રે હો જી,                          There is a lake in this body
        માંહે હંસ તો કરે છે કિલ્લોલ રે.                                     and the swans trumpet in felicity.

આ રે કાયામાં છે હાટડાં રે હો જી,                           In this body are  marts
   તમે વણજવેપાર કરોને અપરંપારા રે.                            where you can trade without bounds.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હો જી,                    Lord Giridhara’s virtues Mira affirms
    દેજો અમને સંત ચરણે વાસેરા રે.                                 grant me refuge at saints’ feet.

રાજેન્દ્ર શુકલ                                                              (Translated by Pradip N. Khandwala

January 28, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 Comment

મારી ફળીનાં ઝાડવાં બે..

best-picture-gallery-nature-tree-angel-oak1-rasears-mod-pic 

મારી  ફળીનાં  ઝાડવાં  બે  હતાં  કરતાં એક  દિ’ વાતો
એક  કહે: હદ  થઇ  હવે, નહીં  ભાંડુવિજોગ    ખમાતો.

    ચાલને, અહીંથી  ચાલતાં  થાયેં
     આઘાં     આઘાં   વનમાં    જાયેં

બીજું કહે: એમાં  જીવનું  જોખમ, નિત  આવે કઠિયારો
આવી  ઓચિંતાના  ચલવે  આપણા પર કુહાડાના  માર:

    જો  કે  મરવું  કોઇ   ન ટાળે
     તોય  મરવું   શીદ-અકાળે ?

પહેલું   કહે: અહીં   દન ખુટે    તો  પછી ન ખુટે  રાત
અહીં  અટૂલું  એકલું  લાગે,  તહી તો આપણી  નાત !

    ચાલને  આપણે ચાલતાં   થાયેં
     આઘાં     આઘાં   વનમાં   જાયેં

બીજું કહે:  જેણે  જાત ઘસીને  આપણને   જળ  પાયાં
એમને  ક્યારે આપીશું  આપણાં  ફળ ને આપણી છાયાં ?

    હું તો કહું : અહીં રોકાઈ  જાયેં
   એના    ચુલાનાં   ઈંધણાં  થાયેં.

-દુલાભાઈ ‘કાગ’
(૧૯૦૨-૧૯૭૭)

January 27, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 Comment

પ્રજાસતાક-દિનની સૌને શુભ-કામના

republicday1_41237182_india416afp

મારો દેશ સદા સલામત રહે,મારા દેશવાસીઓ ખુશ-ખુશાલ રહે.હિન્દુસ્તાન છે જ્યાં ધર્મની કોઇ આણ નથી. આ દેશ મહાસાગર છે, દરેક જાત-જાતની નદીઓ આવી, હળી મળીને ભળે.પુરાણો દેશ છે,ઘેર-ઘુર વડલા જેવો એની છાયા સારા એ વિશ્વને મળે.

આજ  પણ યાદ  આવે છે,
રોજ મા-ભોમની યાદ આવે છે,
ભલે પરદેશમાં વસતા અમે,
હરપળ હિન્દુસ્તાનની યાદ આવેછે.

January 26, 2009 Posted by | સ્વરચિત રચના | 1 Comment

સાપ્તાહિક ગઝલ

xdpyca7cu04gcam7p1cqcawi1ziica2gpyp1ca3c3ygjcan01dricanfmkxycaaz5207cafcd1a1cavg2ifqca094i9jcatvxusxcasoqve6ca9d93qycaqet9y9ca3i20dica6nfty0ca45l4eu

સોમવારે પારણું બંધાય છે

બોખા દાદીમા બહુ હરખાય છે

ઘુઘરા વાગે છે મંગળવારના

ને પછી હાલરડું પુરું થાય છે

બુધવારે સોટી ચમચમ વાગતી

વિદ્યા ઘમઘમ કરતી આવી જાય છે

ને ગુરુવારે મળે રુમઝુમ પરી

શુક્રના પ્રભાતે ઉડી જાય છે

થાક શનિવારના લાગે બહું

ને કબરમાં ટાંટિયા લંબાય છે

હા રવિવારે તો છુટ્ટી પાળીએ

ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે

-અદમ ટંકારવી

January 24, 2009 Posted by | ગમતી ગઝલ | Leave a Comment

દાહક આંસુ સારશો નહીં

 when-a-girl1

મા
તું મને જ્યારે સુવરાવીશ
ત્યારે તું મનમાં ઓછું ન આણતી કે હું તને આમ છોડી  જાઉં છું
ન તો દાહક આંસુ વહાવીશ
કે ન તો ઇશ્વરને કઠોર શબ્દ  કહીશ
અને તું મારાં અસ્થીફૂલ ભેગાં કરે
ત્યારે હુ તને પ્રાર્થુ કે તારું હૈયું તું ભારે થવા ન દેતી
ભલે તારી આંગળીઓમાંથી મારી ભસ્મ
ખરતી આવે અને મળી જાય એ જ્યાંથી આવી તેમાં
અને ફરી માટી તરીકે ઓળખાય
માટીમાં હું મળી જઈશ
પણ તારા માટે અને તારા માટે
તો હું સદાની ગીતાંજલિ જ હોઇશ.

અનુવાદક: નલિન રાવળ

(**શીખ માતાપિતાની પુત્રી ગીતાંજલી ૧૬ વર્ષની વયે કેન્સરમાં મૃત્યું પામી.

કેન્સર થયા બાદ અંગ્રેજી ભાષામાં રચાયેલા કાવ્યો તેની ઇચ્છા મુજબ તેના મૃત્યુ બાદ પ્રગટ કરવામાં આવ્યા)

નોંધ: કાવ્યો કરુણ છે..પણ કરુણતા પણ એક જીવન તબક્કો છે..વાચકની આ કાવ્ય ગમશે તો

બીજા કાવ્યો જરુર પ્રગટ કરીશું

January 23, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 Comments

શબ

millais_ferdinand

 દર રાતે
શ્વાસે  શ્વાસે નીચે તમે
અજાણ્યા પાણીમાં  ઊંડા ઊતરવા જાઓ છો
તેની છે ખબર-જલતરંગ સાથે?
તમારા સ્વાગતનો આસ્વાદ લેવા
હું પૂર્વમાંથી આવું છું ત્યારે
મારા ઊગવા સાથે દરરોજ સવારે
તળિયેથી તમારું શબ ધીમે ધીમે,
ચળકતી સપાટી ઉપર
નીકળે છે-નિસરે છે!

-રાધેશ્યામ શર્મા(૨૩-૧૧-૧૯૬૨)

January 20, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 Comment

શબદોનાં એકાન્ત-રાધેશ્યામ શર્મા.

kavya-12

January 18, 2009 Posted by | વાચકને ગમતું | 5 Comments

વિદાય-ખ્યાતી માલી

love_my_daughter

દીકરી હું તને કરું આજ વિદાય,
       મારી લાડલી ઘર છોડી ને જાય…

ફૂલોથી તારી રાહ સજાવી,
        આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
      મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
  હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા  સ્મિતથી આખું ઘર મલકાય,
       મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
      હરપળ  એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર  બની,
તારા નજૂક  હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
 આજ હજુ એ  આહટ સંભળાય.
            મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
             મારી લાડલી ઘર છોડી ને જાય…

January 9, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 Comments

કોઇ ભણવાને આવજો!!

god1v

 મેં તો ખોલી છે, સત્સંગ શાળા રે,
                કોઇ   ભણવાને   આવજો.
સમજુ ચતુરને શાણા રે,
                કોઇ   ભણવાને   આવજો.

એકડો  ધુંટો તમે રામ નામનો,
બગડો   બળભદ્ર      બાળા રે,
               કોઇ   ભણવાને   આવજો.
તગડો ઘુંટો તમે ત્રીભુવન  રાયનો,
ચોગડો      શંકર       ભોળો    રે
              કોઇ   ભણવાને   આવજો.
પાચડો ઘુંટો પાંચ પાડવનો,
ચોગડો ચતુર્ભુજ શાણા રે
             કોઇ   ભણવાને   આવજો.
સાતડો ઘુંટો તમે સદગુરૂ દેવનો,
આઠડો    કૃષ્ણજી    કાળા    રે,
            કોઇ   ભણવાને   આવજો.

નવડો ઘુંટો તમે સતસંગ ભગવાનનો રે
દશમે       દિગપાળા     રે,
          કોઇ   ભણવાને   આવજો.

January 6, 2009 Posted by | મને ગમતી કવિતા | Leave a Comment

” ઉર્મી “

mj_offering_water01

હ્ર્દયના     શબ્દો     લખ્યા છે      મેં     આપણા પ્રેમ   ના      પારેવાની      એ પાંખો પર,

આંખો માંથી પ્રેમ આંસુ બની વહે છે આજે તારા એ ખિલખિલાટ સ્મિત ની યાદો પર.

ભલે     તુ           ગઇ      હતી      મારી પ્રેમની     દુનિયા ને એકલી મુકીને હસતા હસતા,

આજે હદય તો તારૂં પણ રડતું હશે એ પ્રેમની મીઠી યાદો પર.

કહેવાય છે કે જીદંગીમાં ક્યારેક સમય આવે છે એવો જ્યારે છૂટી જાય છે સાથ એ સુંદર યાદોનો,

પણ ક્યારેક તો સામનો થાય છે એ યાદોનૉ પાછો જીદંગીની જ આ રાહો પર.

કારણકે મનુષ્ય ભૂલી જવાનો પ્રયત્ન કરે છે ગઇ કાલને પરિસ્થીતીઓ ના દોષો પર,

પણ સાચા પ્રેમમાં બળ તો પરિસ્થિતીઓ નું પણ નથી ચાલતું હદયની એ મિઠી યાદો પર.

-Anayas Zinzuvadia

January 5, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 Comments

તારા જન્મદીને!!

100_0413

 ઉષાના  રંગની લાલી  જેવી  તું  વ્હાલી     પ્રિયે!
 હરપળ  હેતના   તોરણ      લહેરાવતી        પ્રિયે!

 

વફાદાર  મિત્ર  બની,   દોસ્તી  નિભાવી     પ્રિયે!
હરપળ, હરક્ષણ સુંદર સંગાથ આપનારી  પ્રિયે!

 

દોસ્તી  અમારી એક  ધ્રુવતારો બની રહે    પ્રિયે!
પ્રેમ શાસ્વત!  નિર્મળ ઝરણ  બની  રહે      પ્રિયે!

 

આ જીવન સફળ! યશને   અધિકારી   તું     પ્રિયે!
જીવન-દીપની ‘રેખા’,   જન્મદીન  મુબારક પ્રિયે!

 

 (આજીવન એક વફાદાર દોસ્તી નિભાવનાર જીગરજાન દોસ્ત, જીવનસાથી રેખાના જન્મદીને મારી શુભેચ્છા!)

 

January 3, 2009 Posted by | સ્વરચિત રચના | 7 Comments

પ્રતીક્ષા

2558277722_88ffd16291

પાતળો   પરિવેશ   પળનો   પહેરતા  પહેરી   લીધો,
એ   પછી   એકાંત   નામે    એકડો       ઘૂંટી     લીધો.

આ    તો    બસ   અન્યની જેવાં  જ છે આ આંગળાં,
ટેરવાંથી  અર્ધ     ક્ષણમાં   સૂર્યને        સ્પર્શી   લીધો.

કેફ    જેવું    છે    અહર્નિશ    એ  પછી      અંગાંગમાં,
એક   છાંટો   આંખ      જેવી  આંખમાં   આંજી    લીધો.

લોક    નાહક      સૂર્ય    શંકાશીલ         નજરે   દેખતાં,
ઊગતા   એ ફળ સ-રસનો   રસ   જરી ચાખી  લીધો.

રગરગે    પળની    પ્રતીક્ષા   એ   પછી       કરતો  રહું,
પળ પ્રસારિત  થાય   છે    એ ખ્યાલને જાપી  લીધો.

-Gunvant Upadhyay(Bhavnagar)

January 2, 2009 Posted by | ગમતી ગઝલ | 1 Comment

નવા વર્ષની શુભ-ભાવના

happy-new-year_02a
વિશ્વ મારું છે, માનવી સૌ મારા છે,
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.

એક સાથ રહી શાંતીથી રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ મારા છે.

સૂર્ય ડુબતા, અંધારા આવ્યા કરે,
આશાના કિરણો સૌ અમારા છે.

અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ ને ઉમંગ અમારા છે.

સકળ બ્રહ્માંડમાં પૃથ્વી એક માતા,
શાંતીને વરનારા સૌ અમારા છે.

January 1, 2009 Posted by | સ્વરચિત રચના | 1 Comment

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers