‘મા’ વિશે બે સુંદર કાવ્યો..
ટહુકો ગયો રહી..
આ ઓરડો, આ ઓસરી,આ ફળિયું પણ હવે
લાગે બધાં સૂનાં માના ગયા પછી….
ઊડી ગયું પંખી અને ટહુકો ગયો રહી,
લો, ઘૂઘવે દરિયો લૂના માના ગયા પછી.
-લાલજી કાનપરિયા
બા, સૂઇ જા!
આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશઃ બા,સૂઇ જા!
રે મા! થૈને બોલીશઃ બા,સૂઇ જા!
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!
માડી,તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ..
રવિન્દ્રનાથ ઠાકુર( અનુ. ઝવેરચંદ મેઘાની)





બહુ જ ભાવવાહી રચનાઓ .
મા વીશે ત્રણ લેખોની એક લેખ શ્રેણી વાંચવી ગમશે –
http://gadyasoor.wordpress.com/2008/01/26/life/
http://gadyasoor.wordpress.com/2008/01/30/life-2/
http://gadyasoor.wordpress.com/2008/02/01/life_3-2/
બન્ને કાવ્યો ખૂબ સુંદર
સુંદર કાવ્યો…