ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-નઝીર ભાતરી

-નઝીર ભાતરી(૧૯૩૦-૧૯૫૫) જન્મ સુરત,૨૫ વર્ષની વયે કેન્સરથી મરણ,માત્રા ૬૦ જેટલી ગઝલો રચી

અનુભવની   મજા    કોઈને   કહેવામાં  નથી    હોતી,
અસલની વસ્તુની  ખૂબી  એની  છાયામાં નથી   હોતી.

મેં   બસ માની લીધું   કે આપ નક્કી  આવવાનો   છો,
જે  શક્તિ  હોય   છે   શ્રદ્ધામાં   શંકામાં    નથી    હોતી.

હરીફાઈ   બહુ   સાંખી    નથી    શકતી   સરસ   વસ્તુ,
સરળતા   એટલે    મારી     કવિતામાં    નથી    હોતી.

જગત    ટૂંકી     કહે      જિંદગીને      એમ     માનીને,
જે  એના ગમમાં વીતે છે એ ગણનામાં   નથી    હોતી.

સમીપ   આવ્યા   વિના  શું   માપશો  મારી પ્રતિભાને,
ચમક  દરિયાના મોતીમાં   છે, દરિયામાં  નથી  હોતી.

‘નઝીર  એવા   વિચારે   ફૂલ કરમાઈ    ગયું   આખર,
જે   ખુશ્બુ  હોય    છે  બીજામાં એનામાં  નથી    હોતી.

October 10, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

3 Comments »

  1. સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને,
    ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી.

    nice sher that I liked most.

    Comment by Chiman Patel "CHAMAN" | October 10, 2008

  2. wah wah..

    Comment by NVP | March 3, 2009

  3. Wah bhai wah…

    Comment by VKP | March 3, 2009


Leave a comment