નવમે નોરતે-ઘૂમતો ગરબો…
આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય.ટેક.
ચૂંદડીમાં ચમકે તારલા રે રૂડા તારલા રે, માની ચૂંદડી લહેરાય,
નવરંગે રંગી ચૂંદડી રે રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
ચૂંદડીમાં ચમકે હીરલા રે , રૂડા હીરલા રે, માની ચૂંદડી લહેરાય,
શોભે મજાની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે, માની ચૂંદડી લહેરાય,
અંગે દીપે છે ચૂંદડી રે, રૂડી ચુંદડી રે, માની ચૂંદડી લહેરાય,
પહેરી ફરે ફેર ફૂદડી રે, રૂડી ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય,
લહેરે પવન ઊડે ચૂંદડી રે, રૂડી ચુંદડી રે, માની ચૂંદડી લહેરાય,
આસમાની રેંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,




All the postings r very good–and lots of variety-Liked all-Thanks
Harnish Jani
all GSS Mambers Navratri mubark Akbarali Narsi
બહુજ સુન્દર! બ્લોગ મને ગમ્યો….બિના
Please visit my blog : http://binatrivedi.wordpress.com/