કહેશો નહી
( આજ ગાંધી જયંતિ દેશ-પરદેશમાં ઉજવાઈ રહી છે, ત્યારે બસ શાંતી,અહિંસા અને સત્ય આ ત્રિવેણી સંદેશમાથી એક પણ સંદેશનું પાલન કરીશું તો ગાંધી-જયંતિનો ખરો મર્મ સમજ્યા કહેવાય)
ગાંધીએ વાવેલ વ્રુક્ષો ; મેં નિહાળ્યા ઝૂંલતા ,
એમના વાવેલ શબ્દો ; આંખ સામે ઊગતા .
અમ યાદ છે તકલાદી ; એવું આળ કો દેશો નહીં,
ગાંધી અહીં જન્મ્યો નથી ; એવું કદી કહેશો નહીં.
વેશ વાણી વતૅને ; હસતી હતી જે સાદગી,
રમતી રહી આજ પણ્ કયાંક સંતો સંગ શી.
આંધી ઓ છો ઊમટે ; ને અંધતા આભે અડે,
સત્યની પદ પંકતી ને; ના કોઈ વંટોળો નડે.
ભારતીના હૃદય કુંજે ; ઝુલતો છાનો રહીં,
ગાંધી અહી જન્મ્યો નથી ; એવું કદી કહેશો નહીં.
વિશ્વદીપ બારડ-૧૯૬૯



