શ્રેષ્ઠ મિત્ર
મારી મા..શ્રેષ્ઠ મિત્ર..
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થ નહિ તો અપેક્ષાનું
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝારડો, તિરાડ…
માને તો આકાશ જેવું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય,
પણ એ એવું કશું માગે -ઈચ્છે-વિચારે નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝગડી શકાય.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ.
એના ખોળામાંની
આપણા પેશાબની દુર્ગંધ
એ સાથે લઈને જ જાય
ભગવાન પાસે-
અને સ્વયં ભગવાન સુગંધ!
( ભગવાનની યે મા તો હશે જ ને ?)
-ભગવતીકુમાર શર્મા



મા તે મા બીજા વગડા ના વા..
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ.
એના ખોળામાંની
આપણા પેશાબની દુર્ગંધ
એ સાથે લઈને જ જાય
ભગવાન પાસે-
અને સ્વયં ભગવાન સુગંધ!
વાહ્