ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઈચ્છાગીત

માથા પર છાપરું ને  સૂવાને ખાટલી ને ઓળખીતું   હોય એક નાકું
ઉપરથી  આટલું મે ઈચ્છયું કે   એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.

       ખડકી છે ખડકીઃ દુકાન છે એ ઓછી કે
                    જોખી  જોખી  ને    કરું   વાત?
       આવેતુ  પુછશે રે  જોઈ  ભળભાખળું
                     કે ક્યારે  આ વીતી ગૈ  રાત?
હળહળુ  કાઢું  એની   અંદરની  ગૂંચ છતાં  લગરીકે ભાઈ, ના હું થાકું.

   આથમણે અંધારા  ઉતરે તો ઉતરે
         આ   દિવાઓ  દેશે   અજવાસ
     આસાનમાં  આનાથી રૂડું શું  હોય-
      મળે ફળિયાનુ લીલુંછમ  ઘાસ?
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો ઢાંકું?

   ડાળીમાં  ઝૂલે છે નીરભરી  ઠીબ
         એમ સાચવું  હું પંખીનાં  ગીત
     નીડમાં  એ લાવે છે ભરચક આકાશ
         મને શીખવે છે જીતવાની રીત
સાંજની  બોલાશ એવી  લાગે  કે   હૉકલીમાં મ્હેંકે છે જાણે ગડાકું
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું.

-મનોહર ત્રિવેદી

August 12, 2008 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

4 Comments »

  1. exellent geet……maja aavi

    Comment by naraj | August 12, 2008

  2. માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
    ઉપરથી આટલું મે ઈચ્છયું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.

    bahu ja saras ane maza aavi jaay tevu ichchha geet.
    tamaaraa vaamnchanna saagarmaath moti goti lavyaa chho

    Comment by vijayshah | August 13, 2008

  3. ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
    એમ સાચવું હું પંખીનાં ગીત
    નીડમાં એ લાવે છે ભરચક આકાશ
    મને શીખવે છે જીતવાની રીત
    સાંજની બોલાશ એવી લાગે કે હૉકલીમાં મ્હેંકે છે જાણે ગડાકું
    માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું.
    સુંદર
    યાદ આવ્યું અમે ગરીબ વસાહતમાં રહેતી બેનોની ઈચ્છા જાણવા પૂચ્છ્યું તો ઘણાનો જવાબ હતો
    બંધ ઓરડીમાં નહાવાનું મળે વિ

    Comment by pragnaju | August 13, 2008

  4. અદભુત લય અને મજાનું ગીત.. વાહ.. વાહ… વાહ…

    Comment by વિવેક ટેલર | August 14, 2008


Leave a comment