ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આ ભલી છે ભૂમી ગુજરાતની

Gujarat

Gujarat

છબકલા છાના કરી,છૂપાયેલા ઓ! કાયર,
આવું કારમું કૃત્ય ન કર,
અહિંસાની ખોટી છેડતી ન કર..આ ભલી છે ભૂમી ગુજરાતની

નિર્દોષ   સૌ  ઘવાયા-મરાયા,
બાળ નાના રસ્તે રઝળતા જોવા મળે,
ભોળી છે પ્રજા,ભડકાવમાં.આ ભલી છે ભૂમી ગુજરાતની
.

શાંતી -ચાહક, અહિંસાના  પૂજારી,
વિના શસ્ત્રે જીતી આઝાદી એવા ગાંધી,
ન ડગશે   કોઈઆવી આંધીથી..આ ભલી છે ભૂમી ગુજરાતની
વસ્યા છે વિશ્વામાં ભાઈ-ચારાથી,
ભળી રહી શકે  સૌ સાથ સંપથી,
તોડી ના શકે  એની  કોઈ સાકળ..આ ભલી છે ભૂમી ગુજરાતની

નિડર એવા લીડર દેશને દીધા,
એવી છે આ ભૂમી સરદારની,
ન ડરશે આવા કોઈ તોફાનથી..આ ભલી છે ભૂમી ગુજરાતની

ના કરો   આવા  કોઈ અડપલા,
‘શાંત જળ’પણ ઉંડા છે જળ જેના,
ડુબાડતા, ખૂદ ડૂબી જશો ..આ ભલી છે ભૂમી ગુજરાતની

July 28, 2008 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 12 Comments

12 Comments »

  1. Vishwadeepbhai, I agree with your sentiments expressed in this poem. The victims are children, poor people, a doctor and his wife…and on and on. The criminals who put the bombs in Ahmedabad must be found and severely punished. The society must understand and remember that one can not take revenge on innocent people for such crimes as it happened in the past. The police, people and Government must become more vigilent to such criminals before they commit such crimes. My heart cries for the victims.

    Dinesh O. Shah, Ph.D.

    Comment by Dr. Dinesh O. Shah | July 28, 2008

  2. તમારી સંવેદનશીલતા સ્પર્શી ગઈ.

    Comment by સુરેશ જાની | July 28, 2008

  3. We should not wait more, we must act against sucu anti National elements.we have power for that ,as said by Shri Vishvadeep.
    Ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh. Patel | July 28, 2008

  4. ના કરો આવા કોઈ અડપલા,
    ‘શાંત જળ’પણ ઉંડા છે જળ જેના,
    ડુબાડતા, ખૂદ ડૂબી જશો ..
    આ ભલી છે ભૂમી ગુજરાતની
    સાવ સાચી વાત્
    તમને ધન્યવાદ અને
    સલામ આ હીમ્મ્મતને…

    Comment by pragnaju | July 29, 2008

  5. ભલી ભુમી છે ગુજરાતની…સાવ સાચી વાત છે…અત્યારનાં વાતાવરણને ઉદેશીને લખાયેલી આ રચના ખુબ સરસ અને હ્રદય સ્પર્શી છે..

    Comment by chetu | August 1, 2008

  6. Nice Rachana…I have the PRIDE to be a GUJARATI ! PLEASE visit my site & read CHALO GUJARAT! CHALO GUJARAT! on HOME of CHANDRAPUKAR at>> http://www.chandrapukar.wordpress.com . Your VISIT & your COMMENTS appreciated,

    Comment by chandravadan | August 2, 2008

  7. સુંદર પ્રાસંગિક રચના…

    Comment by વિવેક ટેલર | August 5, 2008

  8. અરે વાહ,ખુબ સરસ.

    Comment by devika dhruva | August 5, 2008

  9. congratulations to Vishweepbhai. A sensitive, still very effective poem

    Comment by Satish | August 5, 2008

  10. Aa bhali chhe bhumee Gujaraatnee. Very good. Congratulations Vishwadeepbhai..

    -Mahendra Shah

    Comment by Mahendra | August 5, 2008

  11. માફ કરજો .. શયતાની દિમાગવાળા એ આતંક ફેલાવનારાઓને એ કહેવાની જરૂર નથી કે કોણ કેટલુ સંવેદનશીલ છે … બાવડાની તાકાત અને જીગરમાં હિંમત હોય તો તેનો પરચો બતાડવાનો સમય છે. .. અહિંસાની પીપૂડી નપૂંસકતા ગણાવા માંડે તો છઠનું ધાવણ તો યાદ દેવરાવવુ જ જોઇએ.. આપણી ભલમનસાઇની જેમને સમજ ન હોય તેમને .. ગુર્જરશક્તિનો પરચો આપવો જ રહ્યો. .. સરદારની વાત કરી પણ .. શબ્દોમાં આક્રમકતાનો અભાવ લાગ્યો.. લુણ વગરની રસોઇ. –– ઉચ્ચ ન્યાયાલયે સીમી પરથી બેન ઉઠાવી લીધો .. ગુજરાતીઓએ શું કર્યું? –– માત્ર કવિતાઓ ??

    Comment by અખિલ સુતરીઆ | August 6, 2008

  12. What a beautiful poem. Congretulations. Hardik abhnandan.Thanks sharing with me. jay shree krishna pravina

    Comment by Pravina | August 8, 2008


Leave a comment