ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિદાય લેતી કન્યાનું ગીત..

દાદાને   આંગણ    આંબલો
આંબલો   ઘોર    ગંભીર જો..

એક   તો   પાન  મેં  ચૂંટિયું
દાદા  ન   દેશો     દોહાઈ રે..

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી     જાશું   પરદેશ   જો..

દાદાને   આંગણ    આંબલો
આંબલો   ઘોર    ગંભીર જો..

આજ રે   દાદાજીના  દેશમાં
કાલ્ય     જાશું   પરદેશ જો..

દાદાને    વહાલા     દીકરા
અમને   દીધા    પરદેશ જો..

દાદાને   આંગણ    આંબલો
આંબલો   ઘોર    ગંભીર જો..

સંપત હોયતો દેજો દાદા દેજો મોરા
હાથ   જોડી   ઊભા  રહે જો..

હાથ જોડી ઊભા રહેજો દાદા મોરા
જીભલડીએ  જશ     લેજો..

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી     જાશું   પરદેશ   જો..

July 17, 2008 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

4 Comments »

  1. Nice Geet– and picture fits the Geet–

    Comment by harnish Jani | July 17, 2008

  2. dikarini yad taji karavo cho…

    khub saras geet che

    Comment by nilam doshi | July 17, 2008

  3. vaah
    khub saras geet
    ghana samaye vanchava malyu

    Comment by Pinki | July 18, 2008

  4. ખૂબ સુંદર રચના. નાજુક પ્રસંગની અદકેરી નાજુક અભિવ્યક્તિ…

    Comment by વિવેક ટેલર | July 19, 2008


Leave a comment