ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક લોકગીત…

 

લોકગીત લોકોની મજિયારી મિલકત, જેની કોઈ હસ્તપ્રત કે કર્ણપ્રત ન હોય ગીત લોકોના હોઠ પર,કાનમાં ઉછરે,સ્મૃતીપટ પર કાયમ રહે, ગમે ત્યારે ગાવ,મધુર લાગે, લોકોના ગળે ગૂંજે  એજ લોકગીત.
****************************************
બાપુજી  કાકુજી  થર  જોઈ આંબા રોપવો,
ઘર જોઈ દીકરી પરણાવો,કે ચીતા ઉગરે!

      મારે તે બાપે વા’ણે ચડી વર જોયા,
      ચતુર   શું  મોહ્યા કે ચોપડા વાંચતા!

સાસરે   જતાં   સામા મળ્યા બે તાડ,
માબાપનાં એ લાડ, હું ક્યાંથી વીસરું?

     સૂડી   વચ્ચે    સોપારીનો   કટકો,
     દિયર તારો લટકો, દેરાણી ટાળશે!

મારે  તે સાસરે સાસુજી  સાપણ,
નણદી તો વીંછણ,દેરાણી ડાકણ,
  જેઠાણી જમરાએ લીધો જીવડો!

     તળાવની પાળે સાસુવહુ  બે લડ્યાં,
     ડુંગર તો ડોલ્યા, કે મારા  બાપના!

તળાવની   પાળે   મા   ને દીકરી   મળ્યાં,
કે ધ્રુસકે ધ્રુસકે  રડ્યાં કે સરોવર ભરાઈ ગયા!

    આજ તો રાંધું    કેવડિયો  કંસાર,
    દુનિયાનો સંસાર, કે મારે વેઠવો!

July 8, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગીત | | 3 Comments

3 Comments »

  1. સરસ લોકગીત..સાસરુ જોઇને દીકરી પરણાવશો હો..!!!

    Comment by nilam doshi | July 8, 2008

  2. sundar geet !!

    Comment by Pinki | July 9, 2008

  3. o hi it was really wonderful i liked it n how are u

    Comment by Maitri | July 15, 2008


Leave a comment