મૃત્યુ..
મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા ઘરમાં ઘૂસી શકે છે.
મૃત્યુ લજ્જા વગરની લલના છે,
એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે.
મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકીટે મનફાવે ત્યાં જઈ શકે છે.
મૃત્યુ રીઢો ગુનેગારે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે ઊતરી શકે છે.
મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.
મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબી છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.
મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેર માલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.
મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્ર્લ સુધી દોડી શકે છે.
અને બહેરીનથી બૉમ્બે સેન્ટ્રલની
ફલાઈટ કેન્સલ કરાવી શકે છે, છતાંયે,
માત્ર મૃત્યુ જ એક વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે ગમે ત્યાં!
-ચંદુ મહેસાનવી-(૦૫-૦૯-૧૯૪૪) મૂળ નામ ચંદુલાલ ઓઝા, વતન મહેસાણા. હાલ અમદાવાદ સિટી સેશન્સ જજ તરીકે સેવા આપે છે.’તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘાપેલા મૌન’એમના કાવ્યસંગ્રહો. સંપાદન પણ કરે છે.



ખૂબ સુંદર હટ-કે રચના…
મૃત્યુ લજ્જા વગરની લલના છે. એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે. બહુ જ સરસ રચના છે.
pagle pagle havanu dhyan rakhjo..
kadhin smay ma dosto ne yad rakhjo..
amari yado ni mahek sada tamne anse
tane bas tamaru nak shafe rekhjo….
ek lamha jo bar bar stata hai..
na jane ye dil kya chahta hai..
kash aap hote hamare par ye kaas “kaash”
hi rah jata hai…
bhola bhola vo dil vala.
hoga sidha sada.
kabhi n kahi to milega.
mere sapno ka sehzada.
ssachi kasme khayega.
vo karega ssacha vada.
tan man usko dedungi.
hai ye mera vada.
mere dil me mere arma hai.
aise he anjan ki…..
one and only dhara.
nice to read again ……..
little horrible, too !!
and appropriate picture