ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

….અથવા પ્રભુ, તું ન મળે તો સારું

હે પ્રભુ !
જો તું કોઈક વાર મને ક્યાંક  મળી જાયને
અને કહે કે ,
‘માગ, માગ, જે માગે તે  આપું’
ત્યારે , હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે ,
જેથી હું કાંઈ  બોલી ના શકું.
ફક્ત તારી સામે  નજર માંડી રહું.
કારણ… તું તો અંતર્યામી છે..
અને જો આપણું  મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે જો મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

દિનેશ દલાલ(૧૯-૦૮-૧૯૩૫) -’કવિતા’ના કાવ્યમય મુખ્પૃષ્ઠ માટે જાણીતા, અનુવાદક       અને ક્યારેક કાવ્યો પણ લખે છે.             
                   
 

 

July 1, 2008 - Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 7 Comments

7 Comments »

  1. સ્વાભિમાનને ઉંચાઇ પર લઇ જતી કવિતા

    Comment by jayeshupadhyaya | July 2, 2008

  2. adbhoot … !!!

    Comment by કુણાલ | July 2, 2008

  3. સુંદર રચના…

    Comment by વિવેક ટેલર | July 3, 2008

  4. પ્રભુ પ્રત્યે ભક્તનો ભાવ સુંદર અને સહજ રીતે વ્યક્ત થયો છે.

    Comment by Harsukh Thanki | July 3, 2008

  5. મૃત્યુ લજ્જા વગરની લલના છે. એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે. બહુ જ સરસ રચના છે.

    Comment by Rekha | July 3, 2008

  6. પ્રભુ પ્રત્યેની ભકતની ભાવના સરસ રીતે રજુ કરી છે. જો કે આ ભકત માંગવમાં અમદાવાદી નથી લાગતો નહિ તો આવુ ના માંગે. બહુ જ સરસ રચના છે.

    Comment by Rekha | July 3, 2008

  7. my favourite one.
    thanks

    Comment by nilam doshi | July 4, 2008

Leave a comment