એકલાં લૂંટાઈ જઈએ!
કોને કહી શકીએ જો એકલાં લૂંટાઈ જઈએ?
કોઈની જાળમાં કદાચ ઓ ફસાઈ જઈએ!
ક્યાંથી નભે વિરોધ, રોષ એક છાંયડામાં?
મનાવે કોણ કોણ ફરી જો રિસાઈ જઈએ?
હવાલો થઈ ગયા પછી હૈયાની આરઝુને,
શાને પરાઈ નિંદમાં નાહક તણાઈ જઈએ?
પોતાનો હક તણો અમૂલ્ય લાભ ખાટી લેતાં,
કેવું ખરાબ લાગે જો અમથાં ચિઢાઈ જઈએ?
પ્રભૂ આશરે મળેલ સાથીદારને તજીને,
બીજાને ખોળીને વધારે શું કમાઈ જઈએ?
નિજ યોગ્ય સૌમ્યના પતીલ બાહુપાશમાં રહે,
ખોવાઈ ન જઈ એ તો બેવડાં ઠગાઈ જઈએ.
-પતીલ
વૃદ્ધાવસ્થા..
ઝાંખા થતા ચહેરાઓની નજીક લાવી હથેળીથી પામવાના.
હોઠોના ફાફડાટથી લય પામી ગીતોને માણવાનાં.
મન મૂકીને કરેલી વાતોને લવારો ગણે તે પહેલા
સ્નેહીઓને આપણા ભારથી હળવા રાખવાના.
ચાર દીવાલોમાં આકાશ પામી
ખોડંગાતા ખોડંગાતા ફરસ ઉપર
વગડા ખૂંધાનો આનંદ લૂંટવાનો.
મિત્રોના પીળા પડી ગયેલા ફોટાના આલબમને
ધ્રૂજતે હાથે લઈ-પાછા મૂકી દેવાના
સ્મૃતિના ભંડારમાં સાચવી રાખેલું ખોબોક જળ
ટીપે ટીપે-ફરી ફરી પી
ફરી ફરી પી
સમયને બહેલાવવાનો.
ખોબોળ જળ…
વૈતરણી નદી…
-વિપીન પરીખ
“પ્રેમ..”
લવ કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઊર્દૂની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી. પાનવાળાની દુકાને ઉભા રહી ને આદમકદ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાવો માટે ઉર્દૂના શેર ચરકતા રહેવું ઠીક છે , બાકી લવ એ જૂદી ચેલેન્જ છે. એમાં થોડાં મર્દ બનવું પડે છે!
ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ કરે પણ સામાન્ય દ્વિપગી જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણા ગાવું . ગુનગુનાવું ચાલું રાખે તો સમજવું કે એ રોમાં કિત અવસ્થામાં છે. આજ કાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદારક ચીસો પાડવી પડે છે.૭૦ એમ. એમ.માં ભુસકા મારવા પડે છે. પ્રેમ એ સરકસના અંગ કસરતના ખેલ કરવા જેવો એક કઠિન વ્યાયમ બની ગયો છે.
મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે.
પ્રેમ શબ્દ અમૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્ક્રુત શબ્દકોશો માં”પ્રેમન્ રૂપે અપાયો છે.
દરેક સ્ત્રી પ્રેમ કરવા લાયક હોતી નથી અને સૌથી મોટી ટ્રેજડી “Not to love ”નથી પણ”Not to be loved “ છે.. આપણે કોઈને પ્રેમ ન કરીયે એ ટ્રેજડી નથી. કોઈ આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજડી છે.
પ્રેમ કરતાં કરતાં કોઈ દિવસ કોઈને શરદી લાગતી નથી.
જે પ્રેમમાં નિષ્ફળ જાય છે એ જુગારમાં સફળ થાય છે…અને જે જુગારમાં પૈસા ખૂવે છે એ પ્રેમમાં જીતી જાય છે.
પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે, તડાકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવી અઘરી પડે , પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે કે તડકો ખૂલી ગયો છે.
-ચંદ્રકાંત બક્ષી
સિકદંર લાગું..
આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું,
દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું.
કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો?
ચાહું છું મોતી લૂંટાવીને સમદંર લાગું.
ફૂલ હોવાની ખૂમારી છે મજાની મિત્રો,
દિન ખૂદા એવા ન લાવે કે હું પથ્થર લાગું.
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
ખૂલ્લા હાથોને ધખારો કે સિકદંર લાગું.
ઓશ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી,
શૂન્ય છું, ઠીક છું , ઈશ્ક નથી ઈશ્વર લાગું.
-શૂન્ય પાલનપૂરી
જોયા કરું…
ભવનો તરસ્યો હું ઠગારાં વાદળાં જોયા કરું,
આંખડી લ્હોયા કરું ને ઝાંઝવાં જોયા કરું.
આવશે તો એકદિ’ એની નજરમાં આ દશા,
આંધળો વિશ્વાસ એની આંખમાં જોયા કરું.
કોણ જાણે ચિરપરિચિત હોય જખ્મો એ બધા,
હું સિતારાઓ ગણીને આસમાં જોયા કરું.
જિંદગીમાં દર્દનો આવો નશો કાયમ રહે,
જે મળે છે ભાનમાં બેભાનમાં જોયા કરું.
દુર્દશા તો થાય છે બન્ને જણાંની શું કરે?
એ, મને જુએ અને હું ખ્વાબમાં જોયા કરું.
રાહ મારી આપ સામા તટ ઉપર જોતાં હશે,
એ ખયાલોમાં તમોને ક્યારના જોયા કરું.
શાપ પણ કૈં કેટલી વેળા બને અશીર્વચન,
આપના જુલ્મોમહીં હું તો વફા જોયા કરું.
મુજને તો એની દશાનો ખ્યાલ છે ‘મેહુલ’ ઘણો,
એટલે દિનરાત એને ધ્યાનમાં જોયા કરું.
-સુરેન ઠાકર -મેહુલ’







